સઉદી આરબ : મકાનમાં આગ લાગવાથી ૧૦ ભારતીયોનાં મોત, ૬ ઘાયલ

(એજન્સી) દુબઇ, તા.૧૩
સઉદી અરબમાં આજે એક મકાનમાં આગ લાગતાં તેમાં રહેતાં ઓછામાં ઓછા ૧૦ ભારતીયોના મોત થયા છે જ્યારે અન્ય ૬ ઘાયલ થયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે નવી દિલ્હીમાં જણાવ્યું કે જીદ્દાહ સ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ ઘટના બાદ નજરાન જઇ રહ્યાં છે. તેમણે ટ્‌વીટ કરીને જણાવ્યું કે,મને નજરાનમાં એક આગ લાગવાની ઘટના અંગે જાણ થઇ છે. જેમાં આપણે ૧૦ ભારતીય નાગરિકોને ગુમાવ્યા છે અને અન્ય ૬ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે આ પ્રતિક્રિયા તેેવા સમયે આપી જ્યારે વિદ્યા એસ નામની એક મહિલાએ ઘટનામાં માર્યા ગયેલા એક વ્યક્તિના શબને સ્વદેશ લાવવા માટે મદદ માગી હતી. સુષમાએ કહ્યું કે,મે જીદ્દાહના મહાવાણિજ્ય દૂત સાથે વાત કરી છે. નજરાન જેદ્દાહથી ૯૦૦ કિમી દૂર આવેલું છે. આપણા કર્મીઓ પ્રથમ ઉપલબ્ધ ફ્લાઇટ દ્વારા ત્યાં જઇ રહ્યા છે.તેમણે કહ્યું કે આપણા મહાવાણિજ્ય દૂત નજરાનના રાજ્યપાલ સાથે સંપર્કમાં છે. તેઓ નિયમિત રૂપે તેમને માહિતી આપી રહ્યા હતા. દસ ભારતીયો ઉપરાંત અન્ય એક વ્યક્તિનું મોત થયું છે જેની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.સૂત્રોએ જણાવ્યા અનુસાર દક્ષિણી નજરાન સ્થિત આ મકાનમાં ૧૧ કામદારના મોત થયાં છે જ્યારે અન્ય ૬ ઘાયલ થયા છેે. આ તમામ લોકો ભારત અને બાંગ્લાદેશના છે.ઘાયલ થયેલા ૬ કામદારોમાંથી ૪ ભારતના છે.આ અંગે ભારતીય દૂતાવાસે જણાવ્યું કે આ ઘટના અંગે તેમની પાસે કોઇ વિસ્તૃત માહિતી નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks