(એજન્સી) ન્યુયોર્ક, તા.૬
અમેરિકાના કેલિફોર્નિયામાં બે શ્વેતો દ્વારા પ૦ વર્ષીય શીખ પુરૂષની વંશીય ટિપ્પણી કરીને તેની મારપીટ કરતા કહ્યું કે, તમે તમારા દેશ પાછા જતા રહો, અહીંયા તમારૂ કોઈ સ્થાન નથી. આ ઘટના કેલિફોર્નિયાના કિઝ અને ફૂટે રોડ ચાર રસ્તા પર બની હતી જ્યાં આ પ૦ વર્ષીય શીખ પુરૂષ સ્થાનિક ઉમેેદવારના પ્રચાર માટે એકલો ઊભો હતો. શેરિફ સર્જન્ટ ટોમ લેત્રાસે જણાવ્યું કે, પ૦ વર્ષીય પીડિત સ્થાનિક ઉમેદવારના પ્રચાર માટેની ઝુંબેશના સાઈન બોર્ડ લગાવી રહ્યો હતો ત્યારે બે શ્વેત શખ્સોએ તેની મારપીટ કરી અને વંશીય ટિપ્પણી કરી હતી. અધિકારીએ જણાવ્યું કે, પોલીસ આ મારપીટની તપાસ કરી રહી છે. સ્ટાનિસલોસ કાઉન્ટીના શેરિફ એડમ ક્રિસ્ટિયનસને જણાવ્યું કે, શીખ સમુદાયના એક સભ્ય વિરૂદ્ધ આ ઘૃણાસ્પદ અપરાધ છે અને તેની તપાસ ચાલી રહી છે. કેલિફોર્નિયામાં પાછલા કેટલાક વર્ષોમાં શીખ સમુદાય વિરૂદ્ધ ઘૃણાસ્પદ અપરાધો વધી ગયા છે. આ રાજ્યમાં શીખોની સૌથી વસ્તી કરે છે.