ઓસ્ટ્રેલિયાને ર૪ર ૨ને કચડી ૩-૦થી સિરીઝ જીતતું ઈંગ્લેન્ડ

નોટિંગધમ, તા.ર૦
ઈંગ્લેન્ડે વન-ડે ક્રિકેટનો હાઈએસ્ટ સ્કોર ૬ વિકેટે ૪૮૧ રનનો નવો રેકોર્ડ બનાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને ર૪ર રનના રેકોર્ડ માર્જીનથી હરાવી પાંચ મેચોની સિરીઝ ૩-૦થી જીતી લીધી. રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા નવ વિકેટે ર૩૯ રન જ બનાવી શકી. જેની છેલ્લી ૧૬ મેચમાં આ ૧૪મી હાર છે. ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ (પ૧) અને સ્ટોઈનિશ (૪૪) જ ઈંગ્લેન્ડના બોલરોનો સામનો કરી શક્યા. ઈંગ્લેન્ડ માટે આદિલ રશીદે ચાર જ્યારે મોઈનઅલીએ ત્રણ વિકેટ ઝડપી. આ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી જીત છે. જેનો ગત રેકોર્ડ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ર૦૧પમાં એજબેસ્ટનમાં ર૧૦ રનથી જીતનો હતો. બીજી બાજુ રનની દૃષ્ટિએ ઓસ્ટ્રેલિયાની આ સૌથી મોટી હાર છે. આ પહેલા ઓસી. ૧૯૮૬માં ન્યૂઝીલેન્ડ સામે ર૦૬ રને હાર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts