ચિકન ૬૫
૩ થી ૪ વ્યક્તિઓ માટે
તૈયારીનો સમય : ૧ કલાક
પકાવવામાં સમય : ર૦ મિનિટ
સામગ્રી :
બોનલેસ ચિકન પ૦૦ ગ્રામ
લીંબુનો રસ ૧ ચમચી
આદુ-લસણની પેસ્ટ ૧ ચમચી
લાલ મરચા પાવડર ર ચમચી
જીરા પાવડર ૧ ચમચી
હળદર પાવડર ચપટીક
કોર્નફ્લોર ૧ ચમચી
ઈંડું ૧ નંગ
કડી પત્તા ૮ પાન
લીલા મરચા ૩ નંગ
મીઠું સ્વાદાનુસાર
તેલ ડીય ફ્રાઈ માટે
બનાવવાની રીત :
ચિકન પીસને સારી રીતે ધોઈ લો, તેને લીંબુ રસ અને મીઠું મેળવીને મેરીનેટ કરી લો અને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
હવે એક વાટકામાં ફોનફ્લોર, ચોખાનો લોટ, ઈંડું, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચા પાવડર, જીરા પાવડર, હળદર પાવડર અને મીઠું મેળવીને ચિકનને ફરીથી એક કલાક માટે મેરીનેટ કરો. એક કલાક બાદ પેનમાં તેલ ગરમ કરો અને તેમાં કડી પત્તા અને લીલા મરચા નાખીને એક મિનિટ સુધી ફ્રાઈ કરો અને કાઢીને સાઈડ પર રાખી દો. હવે પેનમાં મેરીનેટ કરેલ ચિકન પીસ ધીમા તાપ પર ફ્રાઈ કરો. જ્યારે ચિકન ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારે તાપ બંધ કરી દો અને ચિકનને પ્લેટમાં કાઢો. ચિકનને ફ્રાઈ કરેલ કડી પત્તા અને લીલા મરચાથી ગાર્નિશ કરીને સર્વ કરો.
સ્વાદમાં લાજવાબ ચિકન પટિયાલા
૩ વ્યક્તિ માટે
સામગ્રી :
ચિકન પ૦૦ ગ્રામ
ખસખસ ૩ ચમચા
કોળાના બીજ ૩ ચમચી
ઘી અથવા તેલ ૪ ચમચા
કાજુ પ-૬ નંગ
ડુંગળી પેસ્ટ ૧ નંગ
ટામેટા ર નંગ
દહીં ૧/ર કપ
ગરમ મસાલાો ૧ ચમચી
કાળા મરી પાવડર ૧ ચમચી
લાલ મરચા પાવડર ર ચમચા
ક્રીમ ૧/૪ કપ
સૂકી દ્રાક્ષ ૮થી ૯ દાણા
મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત : સૌથી પહેલા કાજુ, કોળાની બીજ અને ખસખસની પેસ્ટ તૈયાર કરો. પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળીની પેસ્ટ નાખો અને ફ્રાઈ કરો. તેના બાદ તેમાં કાપેલા ટામેટા નાખો અને ત્યાં સુધી ફ્રાઈ કરતા રહો જ્યાં સુધી એ તેલ ના છોડી દે. હવે તેમાં કાજુવાળી પેસ્ટ નાખો અને માત્ર ૩ મિનિટ માટે ફ્રાઈ કરો. પછી ફેંટેલા દહીંની એક ચમચી નાખો અને હલાવો, જેનાથી દહીં એક જગા એકઠું ના થાય. આ વિધિથી ધીરે ધીરે બીજું દહીં પણ મેળવો. હવે પેનમાં મસાલા, મીઠું, ચિકન પીસ અને ૧ કપ પાણી નાખીને ગ્રેવી હલાવીને પેનને ઢાંકી દો અને તાપને ધીમી કરી દો. આને ર૦ મિનિટ સુધી પકવા દો અને પછી આમાં ક્રીમ તથા સૂકી દ્રાક્ષ મેળવો. ગ્રેવી ઘટ્ટ થવા સુધી એને પકાવો અને પછી ગેસ બંધ કરી દો. આને સર્વ કરવાથી પહેલાં આના પર ક્રીમ અને થોડીક બદામ નાખો.
કુકમ્બર ચિકન રેસીપી
સામગ્રી :
ચિકન ૧ કિલો
બટાકા ર નંગ
સિમલા મરચા ૧ નંગ
ડુંગળી ર નંગ
ટામેટા ૧ નંગ
લસણ કળી ૩-૪
મીઠું સ્વાદનુસાર
ખાંડ ચપટીક
હળદર પાવડર ૧ ચમચી
લાલ મરચા પાવડર ૧ ચમચી
ધાણા પાવડર ૧ ચમચી
જીરું પાવડર ૧ ચમચી
ચિકન મસાલા પાવડર ૧ ચમચી
લીલા મરચા ર-૩ નંગ
સરસીયું તેલ ર ચમચા
બનાવવાની રીત : સૌથી પહેલાં ચિકનને ધોઈને દહીં, ખીરા, મીઠું, હળદર, લાલ મરચા પાવડર, જીરા પાવડર, ધાણા પાવડર, ખાંડ, સરસીયું તેલ મેળવીને મેરીનેટ કરો, બે કલાક માટે. હવે સિમલા મરચા, ડુંગળી, ટામેટા, આદુ અને લસણને મિક્સરમાં વાટી લો અને બાજું પર રાખો. હવે એક કડાઈમાં તેલ નાખીને નાના ટુકડામાં કાપેલા બટાકાને ગોલ્ડન બ્રાઉન થવા સુધી ફ્રાઈ કરો. હવે તૈયાર પેસ્ટને તેલમાં ફ્રાઈ કરો, તેમાં હળદર, લાલ મરચા પાવડર, જીરા પાવડર, ધાણા પાવડર અને મીઠું નાખીને હલાવો. હવે તેમાં મેરીનેટ કરેલ ચિકન, ચિકન મસાલા પાવડર, ફ્રાઈ બટાકા અને લીલા મરચાને નાખીને પકાવો. જ્યારે એ સારી રીતે ગળી ના જાય. તેના બાદ ગેસ બંધ કરો અને તેમાં એલચી અને તજ પાવડર નાખીને હલાવી લો. પછી ચિકનને કાપેલા ખીરાથી ગાર્નિશ કરો અને ગરમા ગરમ ચોખા સાથે સર્વ કરો.
0.5
1