કોહલીની કેપ્ટનશીપમાં પહેલા જેવો દમ નથી : સુનિલ ગાવસ્કર

સાઉથૈમ્પટન,તા.૪
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં હાર બાદ ભારતે સીરીઝ પણ ગુમાવી દીધી છે. હાર બાદ ટીમ ઇન્ડિયા ફેન્સ અને ક્રિકેટર્સના નિશાને ચઢી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ બેટ્‌સમેન સુનિલ ગાવસ્કરે પણ વિરાટની કેપ્ટનશિપની નિંદા કરી છે.
ગાવસ્કરે કહ્યું કે વિરાટની કેપ્ટનશીપમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યો, તેને જ્યારે ૨૦૧૪માં ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી ત્યારે તેને ટીમને એક નવો જોશ અને દિશા આપવાનું કામ કર્યું હતું. પણ ત્યારેજ સ્પષ્ટ હતું કે વિરાટની અસલી પરીક્ષા ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા પ્રવાસમાં જ થશે, કેમકે વેસ્ટ ઇન્ડિયા અને શ્રીલંકા જેવી ટીમોને હરાવવી કોઇ મોટી વાત નથી. તે સીરીઝ તો ટીમ પ્રેક્ટિસ માટે પ્રેક્ટિસ મેચ જેવી જ હતી.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૨-૧થી સીરીઝ હાર્યા બાદ કોહલીની કેપ્ટનશીપમાં વિદેશની ધરતી પર આ સતત બીજી સીરીઝની હાર છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks