સીરિયા સાથેના અમારા સંબંધો “યોગ્ય દિશામાં” આગળ વધી રહ્યા છે : જોર્ડન

(એજન્સી) અમ્માન, તા.૨૮
જોર્ડને જણાવ્યું કે, સીરિયા સાથેના તેના સંબંધો “યોગ્ય દિશામાં” આગળ વધી રહ્યા છે અને હાલ તે તેના યુદ્ધગ્રસ્ત પાડોશી દેશ સાથે જોડાયેલ બોર્ડર ક્રોસિંગને પુનઃ ખોલવાનો વિચાર કરી રહ્યું છે. જોર્ડનની સમગ્ર સરહદથી લઈને દક્ષિણ સીરિયામાં બધે જ સ્થિરતાની સ્થિતિ જોવા મળી રહી છે. તેમ શુક્રવારે રાત્રે સરકારના પ્રવક્તા મોહમ્મદ મોમાનીએ ટેલિવિઝન પર જણાવ્યું હતું. સરકારના આ પ્રવક્તા એ રાજ્યના સૂચના મંત્રી પણ છે, કે જેમણે એક મહત્ત્વપૂર્ણ સંદેશો પણ આપ્યો હતો, જે દરેકે સાંભળવો જોઈએ. તેમણે તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, ૯ જુલાઈ બાદ યુનાઈટેડ સ્ટેટ્‌સ, રશિયા અને જોર્ડન દ્વારા સીરિયન પ્રાંતો જેવા કે, દારા, કુનેઈત્રા અને સુવેઈદામાં મોટા પાયે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ રશિયા, ઈરાન, સીરિયન શાસકો અને તુર્કી આ ચારેય સીરિયામાં ચાર સેફ ઝોન બનાવવાની બાબત પર સહમત થયા હતા, જેનો હેતુ યુદ્ધવિરામના ભંગનો કાયમી ઉકેલ લાવવાનો હતો. તેમની આ વાટાઘાટો એ યુએન દ્વારા પ્રાયોજિત વિચાર વિમર્શને સમાંતર છે. મોસ્કોની માન્યતા અનુસાર, દક્ષિણ સીરિયામાં “ડિ-એસ્કેલેશન ઝોન”ની શરૂઆત ફક્ત યુનાઈટેડ સ્ટેટ્‌સ અને જોર્ડનના કરાર બાદ જ શક્ય છે. આ ઉપરાંત મોમાનીએ જણાવ્યું હતું કે, યુદ્ધ વિરામનો સંપૂર્ણપણે અંત લાવી સિરિયામાં મજબૂત અને શાંતિપૂર્ણ વાતાવરણ સ્થપાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks