ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી માટે આફ્રિકન ટીમ જાહેર

સિડની,તા. ૧૦

નવેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર દક્ષિણ આફ્રિકન ટીમની જાહેરાત આજે કરી દેવામાં આવી હતી. આ ટીમમાં બે નવા સ્પીનરોનો સમાવેશ કરાયો છે જેમાં ટેબરેઝ સામસી અને લેફ્ટઆર્મ સ્પીનર કેશવ મહારાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૬ સભ્યોની ટીમમાં આ બે નવા સ્પીનરોનો સમાવેશ કરાયો છે. મોર્ને મોર્કેલની આશ્ચર્યજનકરીતે વાપસી થઇ છે. લાંબા ગાળા બાદ તેની ટીમમાં વાપસી થઇ છે. મોર્કેલ ન્યુઝીલેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં રમી શક્યો ન હતો. પાંચ ઝડપી બોલરો સાથે દક્ષિણ આફ્રિકન ટીમ મેદાનમાં ઉતરનાર છે જેમાં એબોર્ટ, સ્ટેઇન, રબાડા અને ફિલાન્ડરનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્ત થયેલા ડિવિલિયર્સની જગ્યાએ પ્લેસિસને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. રોશવોએ હજુ સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. બ્રેન વિલાસની ટીમમાં વાપસી થઇ છે. ટીમમાં અનેક નવા ખેલાડીઓ છે. બીજીબાજુ જે ખેલાડીઓને પડતા મુકવામાં આવ્યા છે તેમાં ક્રિસ મોરિસ, પાર્નેલ, પીડટ અને વાનઝેલનો સમાવેશ થાય છે. દક્ષિણ આફ્રિકન ટીમ લાંબા સમયથી વનડે શ્રેણીમાં રમી રહી છે. દક્ષિણ આફ્રિકાએ હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામે વનડે શ્રેણીમાં જોરદાર દેખાવ કર્યો છે અને વનડે શ્રેણી જીતી લીધી છે. ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ત્રીજી નવેમ્બરથી પર્થ ખાતે રમાનાર છે જ્યારે બીજી ટેસ્ટ મેચ ૧૨મી નવેમ્બરથી હોબાર્ટમાં રમાશે. આફ્રિકન ટીમ નીચે મુજબ છે.

પ્લેસિસ (કેપ્ટન), એબોર્ટ, અમલા, તામ્બા, કુક, ડિકોક, ડ્યુમિની, એલ્ગર, કેશવ મહારાજ, મોર્ને મોર્કેલ, ફિલાન્ડર, રબાડા, રોશવો, સામસી, સ્ટેઇન, વિલાસ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts