ઈરાકે સદ્દામ હુસેનને ઉથલાવી સર્જેલી ખાનાખરાબી બદલ અમેરિકા પાસેથી તેના જ કાયદા હેઠળ વળતર માંગ્યું

હવે ૯/૧૧ હુમલાના પીડિતોને સઉદી અરેબિયા સામે વળતર માટે કાનૂની દાવો દાખલ કરવા માટે મંજૂરી આપતાં અમેરિકાના જ વિધેયકનો તેની જ સામે વળતર માંગવા ઈરાક ઉપયોગ કરશે

(એજન્સી)               બગદાદ, તા.૧૦

૯/૧૧ના હુમલાના પીડિતોને વળતર માટે સઉદી અરેબિયા સામે દાવો દાખલ કરવા માટે મંજૂરી આપતું વિધેયક તાજેતરમાં અમેરિકન કોંગ્રેસ દ્વારા બહાલી અપાયા બાદ હવે ઈરાકીઓ ‘સ્યુ ધ સઉદીઝ ૯/૧૧ બિલનો ર૦૦૩ના હુમલા માટે અમેરિકા સામે કાનૂની દાવો કરીને વળતર મેળવવા માટે કરી રહ્યા છે.

અમેરિકાના દાખલાને અનુસરીને આરબ પ્રોજેક્ટ ઈન ઈરાક હવે ર૦૦૩માં દિવંગત પ્રમુખ સદ્દામ હુસૈનને ઉથલાવવા માટે અમેરિકાના આક્રમણના પગલે અમેરિકન દળો દ્વારા થયેલા ઉલ્લંઘન બદલ અમેરિકા પાસેથી વળતરની માગણી કરી રહ્યા છે. આ ઈરાકી જૂથ હવે અમેરિકન દળો દ્વારા ર૦૦૩માં ઉલ્લંઘન બદલ અમેરિકા પાસેથી સંપૂર્ણ વળતરની માગણી કરવા જસ્ટિસ અગેઈન્સ્ટ સ્પોન્સરર્સ ઓફ ટેરરિઝમ એક્ટ (જાસ્તા)નો લાભ લેનાર પ્રથમ ગ્રુપ છે.

અમેરિકન કોંગ્રેસે અમેરિકામાં કહેવાતા ત્રાસવાદી કાયદા પર વ્યક્તિગત અને વિદેશી રાષ્ટ્રો પાસેથી વળતર મેળવવા તેના નાગરિકોને આપેલી તકને ટાંકીને ગ્રુપ જણાવ્યું છે કે ઈરાકીઓ પણ આ પ્રકારના વ્યવહાર અને વળતરને પાત્ર છે.

આ ગ્રુપે અમેરિકન દળો દ્વારા ત્રાસ અને અન્ય દુર્વ્યવહાર સહન કરનાર વ્યક્તિઓ, નાગરિકોની હત્યા, માલ-મિલકતને નુકસાન વગેરે અંગે સંપૂર્ણ કક્ષાની તપાસ શરૂ કરી દીધી છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા ‘જાસ્તા’ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ વિધેયક દ્વારા અમેરિકાનોને ત્રાસવાદ સાથે કનેકશન બદલ સઉદી અરેબિયા સામે ૯/૧૧ના હુમલા બદલ કાનૂની વળતર દાવો કરવાની મંજૂરી આપવામાં આવી છે. સઉદી અરેબિયાએ ૯/૧૧ હુમલો પોતાની સંડોવણીનો જો કે ઈન્કાર કર્યો છે. સઉદી અરેબિયાએ ચેતવણી આપી છે કે જો જાસ્તા કાયદો ટાળવા માટે તેને અમેરિકાની અબજોની સંપત્તિ વેચવાની ફરજ પડશે.

સઉદી વિદેશપ્રધાન અદેલ અલ-ઝુબેરે માર્ચમાં અમેરિકન કોંગ્રેસને જણાવ્યું હતું કે તેઓ અમેરિકન અદાલત દ્વારા તેમના ખાતાઓ સ્થગિત કરવાનો આદેશ કરે તે પહેલા સઉદી અરેબિયાને ૭પ૦ અબજ ડોલરની ટ્રેઝરી સિક્યુરિટીઝ અને અન્ય અસ્ક્યામતો વેચવાની ફરજ પડશે એવું ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts