પ્રિટોરીયા, તા.ર૭
સ્પિનર ચહલ અને અક્ષર પટેલના શાનદાર પ્રદર્શન છતાં દ.આફ્રિકા ‘એ’ સામે ત્રિકોણીય સિરીઝની પ્રથમ મેચમાં ભારત ‘એ’ ટીમને બે વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભારત ‘એ’ ટીમ પ્રથમ બેટિંગ કરતા ૪૧.પ ઓવરમાં ૧પર રનમાં સમેટાઈ ગઈ. યજમાન ટીમ માટે જો કે લક્ષ્યાંક સુધી પહોંચવું આસાન રહ્યું નહીં તેણે ૩૭.૪ ઓવરમાં આઠ વિકેટ ગુમાવી આ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું. ચહલે ત્રણ અને અક્ષરે બે વિકેટ ઝડપી. પણ આ બંનેના પ્રયાસ છતાં ભારતીય ટીમને મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો. દ.આફ્રિકા માટે પ્રિટોરીયા (૩૮) અને બેહરાદીને (૩૭) ઉપયોગી ઈનિંગ રમી. આ પહેલા ભારતીય બેટસમેનોએ ખૂબ નિરાશાજનક પ્રદર્શન કર્યું. ટીમના ફક્ત પાંચ બેટસમેન ડબલ ફીગરમાં પહોંચી શક્યા. કપ્તાન મનીષ પાન્ડેએ હાઈએસ્ટ પપ રન બનાવી સંઘર્ષ કર્યો પણ બીજા છેડે તેને સહયોગ મળ્યો નહીં જેના કારણે ટીમ મોટો સ્કોર બનાવી શકી નહીં.