ટ્વેન્ટી-ર૦ એશિયા કપમાં ભારતીય મહિલા ટીમનો સતત ચોથો વિજય

શ્રીલંકાને પર રને હરાવ્યું

બેંગકોક, તા.૧

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટસમેનોના શાનદાર પ્રદર્શનથી ગુરૂવારે એશિયન ઈન્સ્ટ્યિૂટ ઓફ ટેકનોલોજી ગ્રાઉન્ડમાં રમાયેલી એશિયન ક્રિકેટ પરિષદના મહિલા ટ્‌વેન્ટી-ર૦ એશિયા કપની મેચમાં શ્રીલંકાને પર રને પરાજય આપ્યો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે મિતાલી રાજ (૬ર)ની અર્ધ સદીથી શ્રીલંકા વિરૂદ્ધ ચાર વિકેટે ૧ર૧ રન બનાવ્યા તેના જવાબમાં શ્રીલંકાની ટીમ ૬૯ રન બનાવી ઓલઆઉટ થઈ. ભારત માટે મિતાલી ઉપરાંત સ્તુતિ લંધાના અને વેદા કૃષ્ણામૂર્તિએ ર૧-ર૧ રનનું યોગદાન આપ્યું. ભારત માટે પ્રીતિ બોસ અને એકતાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી.  આ વિજય સાથે ભારતીય ટીમના ખાતામાં બે પોઈન્ટ ઉમેરાઈ ગયા છે.ભારતના ચાર મેચોમાં આઠ પોઈન્ટ થઈ ગયા છે અને તે ૬ ટીમોના ટેબલમાં ટોચના સ્થાને છે તેનું સેમીફાઈનલમાં પહોંચવું નક્કી છે. ભારતના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માટે માનોડારાએ ર૦ અને વીરાકોડ્ડીએ ૧૪ રન બનાવ્યા તેમના સિવાય કોઈપણ બેટ્‌સમેન ડબલફીગરમાં પહોંચી શક્યો નહીં.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks