યુનોમાં મતદાન સમયે અમેરિકાને સાથ આપનાર મિત્રોનું અમેરિકા સન્માન કરશે

(એજન્સી) વોશિંગ્ટન, તા.રર
યુનોની સામાન્ય સભામાં જેરૂસલેમ મુદ્દે અમેરિકાને ટેકો આપનાર દેશોને અમેરિકાએ મિત્ર સન્માન માટે બોલાવી આમંત્રણ આપ્યું છે. યુનોની સભામાં ૬પ દેશોના પ્રતિનિધિઓએ જેરૂસલેમ મુદ્દે અમેરિકાની તરફેણ કરી હતી. કેટલાક સભ્યોએ મતદાનમાં ભાગ લીધો ન હતો. કેટલાકે અમેરિકાની તરફેણમાં મતદાન કર્યું હતું. જે ૬પ દેશોના પ્રતિનિધિઓએ અમેરિકાને તેમનું સન્માન કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. ગુરૂવારે યુનોની મહાસભામાં એક પ્રસ્તાવ રજૂ કરી અમેરિકાને તેના જેરૂસલેમ અંગેના નિર્ણયને પાછો લેવા માટે કહેવાયું હતું. જેમાં ૧ર૮ દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે ૬પ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના દેશોને ધમકી આપી હતી કે જો તેઓ અમેરિકાના પ્રસ્તાવને મંજૂરી નહીં આપે તો તેમની સહાય કાપી લેશે. અમેરિકાના યુનોના રાજદૂત નિક્કી હેલીએ ૬પ દેશોના રાજદૂતોને સન્માન માટે આમંત્રણ પાઠવ્યા હતા. યુનોનું વિશેષ સત્ર બોલાવાયું હતું. જેમાં જેરૂસલેમના મુદ્દે પ્રસ્તાવ રજૂ કરી ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને રદ કરવા માટે મતદાન યોજાયું હતું. જેમાં ૧ર૮ સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કર્યું હતું. ૯ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું, ૩પ જેટલા સભ્યો મતદાનથી દૂર રહ્યા જ્યારે ર૧ સભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks