બિનસાંપ્રદાયિકતા દેશને આર્થિક વિકાસ તરફ દોરી જાય છે : અભ્યાસ

લંડન,તા.૨૦
બિનસાંપ્રદાયિકતા એ દેશને આર્થિક વિકાસ તરફ દોરી જાય છે, તેમ જ વ્યક્તિગ અધિકારો પ્રત્યેનો આદર પણ વધે છે. તેમ ૧૦૯ દેશોમાં ધર્મના મહત્વને જાણવા માટે કરાયેલા એક અભ્યાસ પરથી આ તારણ કાઢવામાં આવ્યું છે. આ અભ્યાસલેખ જર્નલ સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત થયો છે અને એમાં દર્શાવવામાં આવ્યું છે કે ધાર્મિકતાનો પ્રભાવ દેશની ભવિષ્યની આર્થિક સમૃદ્ધમાં ઘટાડો કરે છે.
આ અભ્યાસલેખમાં યોગ્ય રીતે નોંધવામાં આવ્યું છે કે, વિકસિત અથવા તો સમૃદ્ધ દેશોનું વલણ બિનસાંપ્રદાયિક હોય છે, જ્યારે ગરીબ કે અલ્પવિકસિત દેશો હજુયે ધાર્મિક વલણ અપનાવે છે. જોકે, એ હજુ સ્પષ્ટ થયું નથી કે બિનસાંપ્રદાયિકતાના કારણે સમૃદ્ધિ અથવા અન્ય વિકલ્પ કારણભૂત બને છે.
ફ્રાન્સના ખ્યાતનામ સમાજશાસ્ત્રી એમીલ ડર્કહેમ સહિત સામાજિક વિજ્ઞાનના તજજ્ઞો દ્વારા આ મામલે ગહન ચર્ચા કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, એક વખત આર્થિક વિકાસ એ અમારી જરુરિયાતો સંતોષી પછી ધાર્મિક આંશિયામાં ધકેલાઈ ગઈ. જ્યારે જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરે એવી દલીલ કરી કે, ધાર્મિકતાની ઝુંબેશ આર્થિક ઉત્પાદકતામાં ફેરફાર લાવે છે. આ અભ્યાસમાં એણ કહેવામાં આવ્યું છે કે, ૨૦ સદીમાં ધાર્મિકતાના પ્રભાવને કારણે જીડીપી પર વિપરિત અસર પડી છે. એક વાત નિશ્ચિત છે કે બિનસાંપ્રદાયકિતા એ દેશની આર્થિક પ્રગતિનું એક કારણ બની શકે છે. બ્રિટની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલ અને અમેરિકાની ટેન્નેસ્સી યુનિવર્સિટીના સંશોધકોએ ૨૦ સદીના(૧૯૦૦-૨૦૦૦) સુધીના સમયગાળાના ડેટાનો ઉપયોગ કરીને ‘વર્લ્ડ વેલ્યુ સર્વે’ દ્વારા ધર્મના મહત્વની ચકાસણી કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks