અમે હારના લાયક જ હતા : કોહલી

લોડ્‌ર્સ,તા.૧૩
ટેસ્ટની નંબર વન ટીમને રવિવારે ઇગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો. મેચમાં હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી થોડો નિરાશ નજર આવ્યો. તેણે કહ્યું કે, આ મેચ (લૉર્ડસ ટેસ્ટ)મા અમે હારના જ લાયક હતા. જો તેની નિરાશાને જોવામાં આવે તો સ્કોર બોર્ડથી જ સાફ થઇ જાય છે. વિરાટે મેચ બાદ માન્યુ કે, હાલાતને જોતા અંતિમ ૧૧ ખેલાડીઓની પસંદગી કરવામાં ભૂલ થઇ ગઇ.
મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનને લઇ નિરાશા જાહેર કરતા કોહલીએ કહ્યું કે, તેને એવું પ્રદર્શન કર્યુ કે જેના પર ગર્વ ના કરી શકાય. તેણે ઇંગ્લેન્ડ ટીમની સખત મહેનતના વખાણ કર્યા અને કહ્યું કે, ખુબ જ મહેનત સાથે જ ઇંગ્લેન્ડે મેચ દરમિયાન યોગ્ય નિર્ણયો લીધા અને પ્રતિબદ્ધતા દેખાડી જે તેમને જીત તરફ લઇ ગઇ.
મેચના પૂર્ણ થયા બાદ કોહલીએ કહ્યું,’અમે રમતમાં જે પ્રદર્શન કર્યુ તેના પર ગર્વ ના કરી શકાય. ગત પાંચ મેચોમાં આવું પ્રથમ વાર બન્યુ છે કે અમે યોગ્ય રીતે રમી શક્યા નથી. અમે હારવા લાયક જ છીએ.’ જોકે, કોહલીએ એવું પણ કહ્યું કે, ખરાબ બેટિંગને હાર માટે જવાબદાર ઠેરવી શકાય નહી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks