ડબલીન, તા.૩૦
આયરલેન્ડ વિરૂદ્ધ રમાયેલી બે ટ્વેન્ટી-ર૦ મેચોની સિરીઝમાં પૂરી ટીમના શાનદાર પ્રદર્શન બાદ ભારતીય કપ્તાન કોહલીએ કહ્યું કે તેના માટે હવે અંતિમ ઈલેવનની પસંદગી માથાનો દુખાવો બની ગઈ છે. ભારતે બીજી ટ્વેન્ટી-ર૦ મેચમાં આયરલેન્ડને રેકોર્ડ ૧૪૩ રને હરાવી સિરીઝ ર-૦થી જીતી લીધી. હવે ભારત ઈંગ્લેન્ડ માટે રવાના થશે જ્યાં ટીમ પાંચ ટ્વેન્ટી-ર૦, ત્રણ વન-ડે અને પાંચ ટેસ્ટ રમશે. મેચ બાદ કોહલીએ કહ્યું કે અમને તેવી જ લય મળી ગઈ જેવી અમે ઈચ્છતા હતા. ટીમના સંતુલિત પ્રદર્શનથી ખુશ છું. કોની પસંદગી કરૂં. કોની ના કરૂ આ વાતને લઈ મારી પરેશાની વધી ગઈ છે. આ અમારા માટે સારી વાત છે કે બહાર બેસનાર ખેલાડી પણ સારૂ પ્રદર્શન કરી રહ્યા છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ વિશે કોહલીએ કહ્યું કે અમારા માટે વિરોધી ટીમ મહત્ત્વ રાખતી નથી. અમે જાણીએ છીએ કે તે મુશ્કેલી ઊભી કરી શકે છે તો અમારી પાસે પણ એવી બેટિંગ છે જે સારૂ કરી શકે છે. સાથે જ અમારી પાસે બે કાંડાના જાદુઈ સ્પિનર છે.