ટ્રમ્પ-કિમ જોંગ વચ્ચે આજે શિખર મંત્રણા : વિશ્વભરના દેશોની નજર

સિંગાપોર,તા. ૧૧
જેના પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક આવતીકાલે મંગળવારના દિવસે સિંગાપોરમાં યોજાનાર છે. આ બેઠક સફળ રહેશે કે કેમ તેને લઇને ટોપના નિષ્ણાતોમાં પણ ચર્ચાની શરૂઆત થઇ ગઇ છે. બંને નેતાઓ સિંગાપોરમાં અનેક પ્રકારની અપેક્ષાઓ અને આશા વચ્ચે પહોંચી ચુક્યા છે. આ બેઠકમાં કોઇ સમજૂતિ પણ થશે કે કેમ તેને લઇને પણ ભારે સસ્પેન્સની સ્થિતિ છે. આવતીકાલે કાલે ટ્રમ્પ અને કિમ સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં કપેલા હોટલમાં મળશે. બંને નેતાઓ પહેલાથી જ સિંગાપોરમાં પહોંચીને સિંગાપોરના વડાપ્રધાન સાથે વાતચીત કરી ચુક્યા છે. કોઇને એવી અપેક્ષા ન હતી કે, એક બીજાથી વર્ષો સુધી દૂર રહેનાર બે લીડરો મંત્રણા ટેબલ ઉપર પહોંચી ગયા છે. એકબીજાને પરમાણુ હથિયારો સાથે યુદ્ધની ધમકી પણ હાલના સમયમાં આ બંને નેતાઓ આપી ચુક્યા છે. એકબીજા ઉપર આક્ષેપોનો દોર તેમની વચ્ચે ચાલ્યો હતો. ટ્રમ્પ કહી ચુક્યા છે કે, મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોનો નિકાલ લાવવાનો છે. પરમાણુ યુદ્ધ કરવાની એકબીજાને ધમકી બંને આપી ચુક્યા છે. ટ્રમ્પ થોડાક પહેલા જ ઉત્તર કોરિયન નેતાને લીટલ રોકેટમેન તરીકે ગણાવીને તેમની ઝાટકણી કાઢી હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ટ્રમ્પે આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બીજી બાજુ કિમે પણ તરત જવાબ આપીને ટ્રમ્પને માનસિકરીતે ભાંગી પડેલી વ્યક્તિ તરીકે ગણાવી હતી. નવ મહિનાના ટુંકાગાળામાં જ બંને નેતાઓ મતભેદોને દૂર કરીને એક મંચ પર આવશે તેવી કોઇને કલ્પના ન હતી. સિંગાપોરમાં કિમ રવિવારના દિવસે જ આવી પહોંચ્યા હતા. ટ્રમ્પ મોડેથી પહોંચ્યા હતા. તેમની પ્રથમ બેઠક સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગે મળશે. આ બેઠક સિંગાપોરના સેન્ટોસા આઈલેન્ડ પર આવેલી ફાઈવસ્ટાર રિસોર્ટ હોટલમાં યોજાશે. આ બેઠક એક બે દિવસ સુધી પણ ચાલી શકે છે. કિમે ગયા વર્ષે જ કહ્યું હતું કે, અમેરિકા ઉપર પરમાણુ હથિયારો સાથે ત્રાટકવા માટેની ક્ષમતા ઉત્તર કોરિયાએ હાસલ કરી લીધી છે. માર્ચ મહિનામાં ટ્રમ્પે એમ કહીને વિશ્વના દેશોને ચોંકાવી દીધા હતા. કે, તેઓ કિમને મળવા માટે તૈયાર છે. થોડાક દિવસ પહેલા જ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના પ્રમુખો પણ મળ્યા હતા. ટ્રમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર કોરિયાના સામૂહિક વિનાશના હથિયારો અને બેલાસ્ટિક મિસાઇલ કાર્યક્રમની નાબૂદીનો રહ્યો છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૬૮ વર્ષથી ખેંચતાણ રહી છે. આખરે શાંતિ સ્થાપિત કરવાની દિશામાં ઐતિહાસિક પહેલ થઇ છે. સિંગાપોરના લોકો કિમની એક ઝલક મેળવી લેવા માટે પડાપડી કરી રહ્યા છે પરંતુ તેમની એક ઝલક પણ મેળવી શકાઇ નથી. કિંમ પહેલાથી જ અભુતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સિંગાપોર પહોંચી ગયા છે. કિમની સમગ્ર યાત્રા ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.

શિખર બેઠક પર ૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરાયો

ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉન અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સિંગાપોરમાં યોજાનારી બેઠકને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ બેઠકને લઇને માત્ર સુરક્ષા ઉપર ૫૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. સિંગાપોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ જ્યાં રોકાયેલા છે તે તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સિંગાપોરના ગૃહમંત્રીના કહેવા મુજબ ૫૦૦૦થી વધારે પોલીસ ઓફિસર અને અન્ય સુરક્ષા કર્મીઓ બેઠકને લઇને તૈનાત રહેશે. સિંગાપોરમાં કુલ ૧૩૦૦૦ પોલીસ ઓફિસર અને ૨૫૦૦ ફર્સ્ટ રિસ્પોન્ડર્સ રહેલા છે. આ ઉપરાંત સેનાના જવાનોની પણ તૈનાતી રહેશે. જવાનો કેટલી સંખ્યામાં ગોઠવવામાં આવ્યા છે તે અંગેની કોઇ માહિતી આપવામાં આવી નથી. હોટલ સેન્ટરિજિસમાં કિમ જોંગ રોકાયેલા છે અને સાંગરિલા હોટલમાં ડોનાલ્ડ ટ્રમ્પ રોકાયેલા છે. આ તમામ જગ્યાઓ ઉપર લોખંડી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને જગ્યાઓએ કિમ અને ટ્રમ્પના પોતપોતાના સુરક્ષા જવાનો પણ ગોઠવવામાં આવ્યા છે.

શિખર બેઠકની સાથે સાથે

સિંગાપોર,તા. ૧૧
જેના પર દુનિયાના દેશોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે તે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિંમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક શિખર બેઠક આવતીકાલે મંગળવારના દિવસે સિંગાપોરમાં યોજાનાર છે. આ બેઠક સફળ રહેશે કે કેમ તેને લઇને ટોપના નિષ્ણાતોમાં પણ ચર્ચાની શરૂઆત થઇ ગઇ છે. બંને નેતાઓ સિંગાપોરમાં અનેક પ્રકારની અપેક્ષાઓ અને આશા વચ્ચે પહોંચી ચુક્યા છે. શિખર બેઠકની સાથે સાથે નીચે મુજબ છે.
સિંગાપોર દુનિયાના સૌથી સુરક્ષિત દેશ પૈકી એક હોવાથી તેની પસંદગી કરવામાં આવી
સમગ્ર સિંગાપોરમાં શિખર બેઠકને લઇને અભૂતપૂર્વ તૈયારી કરવામાં આવી
સિંગાપોરના ગૃહમંત્રીના કહેવા મુજબ શિખર બેઠકને લઇને ૫૦૦૦ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે
બંને નેતાઓ વચ્ચેની બેઠક આવતીકાલે મંગળવારના દિવસે સેન્ટોસા દ્વિપમાં કમ્પેલા હોટલમાં થશે. આ બેઠક સ્થાનિક સમય મુજબ સવારે ૯ વાગે શરૂ થશે
સિંગાપોરના સેન્ટોસા દ્વિપને સૌથી સુરક્ષિત સ્થળ તરીકે ગણવામાં આવે છે
૬૮ વર્ષના લાંબાગાળા બાદ બંને દેશો એક મંચ પર આવી રહ્યા છે
સમગ્ર વિશ્વની જેના પર નજર છે તે બેઠક પર ૧૦૧ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ સિંગાપોર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે
૧૦૧ કરોડ રૂપિયાના જંગી ખર્ચ પૈકી ૫૦ કરોડ રૂપિયા તો સુરક્ષા પર ખર્ચ કરવામાં આવ્યા
કિમ જોંગ જે હોટેલમાં રોકાયા છે તે સેન્ટ રિજિસ હોટેલનુ એક રાત્રનુ ભાડુ ૨૩ લાખ ૬૨ હજાર રૂપિયા છે
જે પ્રેસિડેન્શલ સુઇટમાં કિમ રોકાયા છે તે સુઇટ ૩૩૫ વર્ગ મીટરમાં છે
કિમ જોંગ હોટેલના ૨૦માં માળે રોકાયા છે
હોટેલમાં સામાન્ય રીતે એક દિવસનુ ભાડુ ૧૬ હજાર રૂપિયા છે
કિમ અને ટ્રમ્પ સૈન્ટોસા હોટેલમાં મંત્રણા કરનાર છે
કિમ અને ટ્રમ્પ મંત્રણા પહેલા જ સિંગાપોર પહોંચી ગયા છે
બંને દેશોના નેતાઓ આટલી ઝડપથી એકબીજાની નજીક આવશે તેને લઇને તમામને આશ્ચર્ય છે
નવ મહિના પહેલા સુધી બંને નેતાઓ એકબીજાને પરમાણુ હથિયારો સાથે હુમલા કરવાની ધમકી આપી રહ્યા હતા
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઉત્તર કોરિયન નેતા કિમને લીટલ રોકેટમેન તરીકે ગણાવ્યા હતા જ્યારે કિમે ડોનાલ્ડ ટ્રમ્પને માનસિકરીતે ભાંગી પડેલી વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા
સિંગાપોરમાં રવિવારે કિમ પહોંચી ગયા હતા. કિમની સાથે ૨૦થી વધુ વાહનોન કાફલો રહ્યો હતો
ઉત્તર કોરિયાથી ત્રણ વિમાનો સિંગાપોર પહોંચ્યા હતા. કિમને લઇને ખુબ જ ગુપ્તતા જાળવવામાં આવી હતી. કિમ કઈ ગાડીમાં અને કયા વિમાનમાં આવ્યા તેને લઇને પણ ગુપ્તતા જાળવવામાં આવી હતી
ચાંગી વિમાની મથકથી કિમને ગાડી મારફતે હોટલ સુધી લઇ જવાયા હતા
સિંગાપોરના લોકો કિમની એક ઝલક મેળવવા માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા
કિમ લિમ્બોઝિંગ ગાડીની કાળી ફિલ્મ લાગેલી કારમાં હતા
વિશ્વના દેશો આ બાબતથી આશ્ચર્યચકિત છે કે સિંગાપોરમાં વડાપ્રધાનનું પણ ગાડીમાં કાળી ફિલ્મ લગાવવાની મંજુરી અપાઈ નથી ત્યારે કિમને આ મંજુરી અપાઈ છે
કિમ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને વાતચીતને લઇને આશાવાદી બનેલા છે

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks