(એજન્સી) ઈરાક, તા.૧૮
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યા અનુસાર માદક પદાર્થો વેચતી દુકાનોને નિશાન બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટમાં દુકાનોને ઘણું નુકસાન થયું હતું અને વિસ્ફોટના કારણે ત્રણ વાહનોને આગ પણ લાગી ગઈ હતી. કિરકુક એ તેલથી સમૃદ્ધ પ્રદેશ છે, તેના જેવું જ નામ ધરાવતો પ્રદેશ બગદાદમાં અને કુર્દીસ્તાનના સ્વાયત્ત પ્રદેશમાં છે જેના કારણે સંઘીય સરકાર વિવાદ ઊભો કર્યો છે. ઈરાકી ગૃહ મંત્રાલયે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે અને તેમણે આ હુમલાને ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્વતંત્ર લોકમતનું આયોજન કરવાના કુર્દીશ આયોજનના કારણે ઊભા થયેલા તણાવ સાથે જોડ્યો નથી. લોકમતના અસ્વીકારની અવજ્ઞા કરતાં ૬૮માંથી ૬૫ કુર્દીશ સાંસદો શુક્રવારે સંસદભવનમાં હાજર રહ્યા હતા અને બે વર્ષમાં વિપક્ષના સાંસદોએ સંસદભવનના પ્રથમ સત્રનો વિરોધ કર્યો હોવાથી તેમણે ૨૫ સપ્ટેમ્બરની ચૂંટણીની તરફેણમાં મત આપ્યા હતા. બરઝાનીની કુર્દીસ્તાન ડેમોક્રેટિક પાર્ટી, ઈરાકના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જલાલ તાલિબાનીના પેટ્રોએટિક યુનિયન ઓફ કુર્દીસ્તાન, સ્વતંત્ર ગોરાન તથા જામા વિરોધી પક્ષો ધરાવતા ૧૧૧ બેઠકોના સંસદભવનમાં બિન-બંધનકર્તા કુર્દીશ લોકમતને મંજૂરી આપવામાં આવી હતી. સ્વતંત્ર કુર્દીસ્તાનના વિચારનો ઈરાન, તુર્કી અને સીરિયાએ પણ વિરોધ કર્યો હતો. જૂનમાં તહેરાને ઈરાકની સ્થિરતા અને અખંડિતતા જાળવી રાખવાની વાતને મહત્ત્વ આપતા સ્વતંત્ર ઈરાકી કુર્દીસ્તાનની એકપક્ષીય યોજનાનો વિરોધ કર્યોે હતો. પ્રદેશના અન્ય રાષ્ટ્રોએ ચિંતા વ્યક્ત કરી છે કે, આ લોકમતથી બગદાદ અને કદાચ આસપાસના અન્ય રાષ્ટ્રો સાથે નવો વિવાદ ઊભો થઈ શકે છે.