વિમ્બલ્ડન : નડાલ, મરે વિનસ વિલિયમ્સ બીજા રાઉન્ડમાં

લંડન, તા. ૪
ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાઈ રહેલી વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓએ જીત મેળવીને આગેકૂચ કરી લીધી છે. સ્પેનના રાફેલ નડાલે પોતાના હરીફ ખેલાડી પર સીધા સેટોમાં જીત મેળવીને આગેકૂચ કરી હતી. વરસાદગ્રસ્ત મેચમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી એન્ડી મરેએ કઝાકિસ્તાનના બબલીક ઉપર ૬-૪, ૬-૨થી જીત મેળવી હતી જ્યારે જાપાનના નિશીકોરીએ માર્ટો ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. સોંગાએ બ્રિટનના નૌરી ઉપર ૬-૩, ૬-૨થી જીત મેળવી હતી. નડાલે પોતાના હરીફ ખેલાડી ઉપર ૬-૧, ૬-૩, ૬-૨થી જીત મેળવી હતી. મહિલાઓના વર્ગમાં વિનસ વિલિયમ્સે પણ પોતાની મેચ જીતીને આગેકૂચ કરી હતી. વિનસ વિલિયમ્સે બેલ્જિયમની મેર્ટેન્સ ઉપર સીધા સેટોમાં જીત મેળવી હતી. સ્વિટોલીનાએ બાર્ટી ઉપર ૭-૫, ૭-૬થી જીત મેળવી હતી. સ્પર્ધામાં ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરેલી રોમાનિયાની સિમોના હેલેપે મારિના ઉપર ૬-૪, ૬-૧થી જીત મેળવી હતી. આ વખતે સેરેના વિલિયમ્સ મેદાનમાં ઉતરી રહી નથી. કુલ ઇનામી રકમ ૩૧.૬ મિલિયન યુરો પહોંચી ગઈ છે. પુરુષો અને મહિલાઓની સિંગલ્સ સ્પર્ધા જીતનાર ને ૨.૨ મિલિયન યુરો આપવામાં આવશે.
પરિણામો શું રહ્યા
એન્ડી મરેની બબલીક પર ૬-૧, ૬-૪, ૬-૨થી જીત
નિશીકોરીની માર્કો ઉપર ૬-૨, ૬-૨, ૬-૦થી જીત
શામકેરીની થોમસ ફાબિયાનો ઉપર ૭-૬, ૭-૫, ૬- ૨થી જીત
વિલ્ફ્રેડ સોંગાની નૌરી ઉપર ૬-૩, ૬-૨, ૬-૨થી જીત
નડાલની મિલમન પર ૬-૧, ૬-૩, ૬-૨થી જીત
સિમોના હેલેપની મારિના પર ૬-૪, ૬-૧થી જીત
વિનસ વિલિયમ્સની મર્ટેન્સ પર ૭-૬, ૬-૪થી જીત
મેડિસનની હિબીનો ઉપર ૬-૪, ૬-૨થી જીત
રોબર્ટ વિન્સીની પ્લીસકોવા સામે ૬-૨થી વરસાદના લીધે હાર

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks