યમનમાં બળવાખોરો વચ્ચે જ અથડામણ : સનામાં ૧૪નાં મોત થયાં

(એજન્સી) તા.૧
હૌથી વિદ્રોહીઓએ આગામી ઈદેમિલાદુન્નબીના પવિત્ર અવસર પહેલાં જ યમનના પાટનગર સના ખાતે આવેલી સૌથી મોટી મસ્જિદ પર કબજો કરવાનો પ્રયાસ કરતાં અથડામણ સર્જાઈ હતી. અહીં મસ્જિદના સુરક્ષા ગાર્ડ અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. મસ્જિદના સુરક્ષા ગાર્ડ સાલેહના સમર્થક કહેવાય છે. નામ જાહેર ન કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આવેલી મસ્જિદ પર હૌથી બળવાખોરોએ મસ્જિદ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સુરક્ષા દળોએ જવાબ આપતાં ગોળીબાર કરી દીધો હતો. જીપીસીના અધિકારીએ જણાવ્યું કે, સાલેહના સમર્થકોને કારણે જુદા-જુદા વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી અને ગોળીબારની છૂટીછવાઈ ઘટનાઓ બની હતી. અધિકારીએ જણાવ્યું કે, આ ગોળીબારમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે બાકીના પાંચનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અથડામણમાં અન્ય નવ બળવાખોરોનાં પણ મોત થયા હતા. બળવાખોરોના વડા અબ્દુલ મલિક અલ-હૌથીએ બુધવારે વિનંતી કરી હતી કે, તેઓ સના ખાતે આયોજિત થનાર રેલીમાં જોડાય. તમને જણાવી દઈએ કે, સાલેહની સેના તથા ઈરાન સમર્થિત હૌથી વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ અબ્દે રબ્બૂ મન્સૂરી હાદીને સત્તામાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારબાદથી જ યમનમાં જ સઉદીના નેતૃત્વ હેઠળના ગઠબંધનને દખલગીરી કરી હતી અને તેની અસર આ જ સુધી જોવા મળી રહી છે. યમનમાં યુદ્ધ ચાલી રહ્યો છે. અહીં યુદ્ધમાં અત્યાર સુધી ૮,૬૦૦ જેટલા નાગરિકોનાં મોત થયા છે જ્યારે કોલેરાને કારણે પણ અહીં ર,૦૦૦ જેટલા લોકોનાં મોત થયા છે. હાલમાં સઉદી અરબે અમુક અઠવાડિયા અગાઉ અહીં જોરદાર નાકાબંધી કરી દીધી હતી જેના કારણે સમગ્ર વિશ્વએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં જીપીસી અને હૌથી વિદ્રોહીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ લોકો હવે યમનમાં શાસન કરવા માંગે છે. એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. હાદીની સરકાર દ્વારા આપવામાં આવેલ ફંડનો અસ્વીકાર કરી જીપીસીએ હૌથીઓનો નારાજ કર્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks