ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ૧૩ રને હરાવી ટીમ ઈન્ડિયાએ લાજ બચાવી

વિદેશમાં સતત સાત પરાજય બાદ ભારત મેચ જીત્યું

કેનબરા, તા.ર
હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાની આકર્ષક બેટિંગ બાદ શાર્દુલ અને બુમરાહની ધારદાર બોલિંગની મદદથી કેનબરામાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૩ રને હરાવી વ્હાઈટવોશથી બચ્યું છે. વિદેશમાં સતત સાત હાર પછી ભારત મેચ જીતવામાં સફળ રહ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયાએ ર-૧થી સિરીઝ પોતાના નામે કરી છે ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ પણ ૬૩ રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા ૩૦૩ રનનો પીછો કરતાં ૪૯.૩ ઓવરમાં ર૮૯ રનમાં ઓલઆઉટ થયું હતું. ઓસ્ટ્રેલિયા માટે કપ્તાન ફિન્ચ અને ગ્લેન મેક્સવેલે અનુક્રમે ૭પ અને પ૯ રન કર્યા હતા. જ્યારે, ભારત માટે શાર્દુલ ઠાકુરે ૩ વિકેટ, જ્યારે બુમરાહ અને નટરાજને ર વિકેટ લીધી. પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ૦ ઓવરમાં પ વિકેટે ૩૦ર રન કર્યા હતા. ૧પર રનમાં પ વિકેટ ગુમાવ્યા પછી હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ ૧પ૦ રનની ભાગીદારી કરી હતી. હાર્દિકે પોતાના કરિયરની છઠ્ઠી ફિફટી ફટકારતાં ૭૬ બોલમાં ૭ ફોર અને ૧ સિકસની મદદથી ૯ર રન કર્યા હતા, જ્યારે જાડેજાએ કરિયરની ૧૩મી ફિફટી ફટકારતાં પ૦ બોલમાં પ ફોર અને ૩ સિકસની મદદથી ૬૬ રન કર્યા. હાર્દિકને તેની ઈનિંગ્સ બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સિરીઝમાં ૭રની એવરેજથી ર૧૬ રન કરનાર સ્ટીવ સ્મિથ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts