(એજન્સી) તા.ર૧
ભારતીય આંબેડકર સેનાના જિલ્લા પ્રમુખ ગુલશન મસંદપુર અને તેમના સમર્થકો દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ફિલ્લૌર પોલીસે ફિલ્લૌર પોલીસ સ્ટેશન હેઠળના ભાઈણી ગામના રહેવાસી તરણવીર સિંહ તન્ના વિરૂદ્ધ કથિત રીતે દલિત સમુદાય વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કેસ નોંધ્યો છે. ગુલશન દ્વારા આપવામાં આવેલા નિવેદનોના આધારે, ૧૮ જાન્યુઆરીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, ૧૯૮૯ની જોગવાઈઓ હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાવતી વખતે પંચાયતના પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓ સહિત દલિત સમુદાયના ઘણા અગ્રણી સભ્યો હાજર હતા. આ ઘટનાથી ફિલ્લૌર ક્ષેત્રમાં દલિત સમુદાયના સભ્યોમાં આક્રોશ ફેલાયો છે, જેમાં નફરતભર્યા ભાષણને સંબોધવા અને સમાજના તમામ વર્ગો માટે આદર સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.