ભાજપે બેંગ્લુરૂમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું, દલિત કલ્યાણ ભંડોળના રીતસર દુરૂપયોગનો આરોપ લગાવ્યો

વિપક્ષના નેતા આર. અશોકે નાટકીય રીતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને "સિદ્દન્ના, લૂંટ ગેરંટી અન્ના" તરીકે ઓળખાવ્યા અને તેમના પર રાજ્યને નાદારી તરફ ધકેલી દેવાનો આરોપ લગાવ્યો

(એજન્સી)       બેંગ્લુરૂ, તા.૮
એક મોટા રાજકીય પ્રદર્શનમાં, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ બેંગલુરૂના ફ્રીડમ પાર્ક ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું, જેમાં કર્ણાટક સરકાર દ્વારા સ્પેશિયલ કમ્પોનન્ટ પ્લાન (SCP) અને ટ્રાઇબલ સબ-પ્લાન (TSP) ભંડોળના સંચાલનને પડકારવામાં આવ્યો. પાર્ટીના રાજ્ય પ્રમુખ, બી.વાય. વિજયેન્દ્રએ, કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા, તેના પર ભ્રષ્ટાચાર અને દલિત વિરોધી નીતિઓનો આરોપ લગાવ્યો.વિજેન્દ્રએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે ફાળવવામાં આવેલા ભંડોળના રાજ્ય સરકારના સંચાલનની આકરી ટીકા કરી, ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ વહીવટીતંત્ર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે ન્યાય અને વિકાસના તેના ચૂંટણી પૂર્વેના વચનોને અમલમાં મૂકવામાં નિષ્ફળ ગયું છે. વિજયેન્દ્રએ દાવો કર્યો હતો કે, “અનુસૂચિત જાતિ અને જનજાતિના વિકાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળનો દુરૂપયોગ કરવા બદલ અને પોતાની ગેરંટીનો યોગ્ય રીતે અમલ કરવામાં અસમર્થ, સિદ્ધારમૈયાના નેતૃત્વ હેઠળની ભ્રષ્ટ અને દુષ્ટ કોંગ્રેસ સરકારને ચેતવણી આપવાની જરૂર છે અને તેથી જ અમે આજે અહીં ભેગા થયા છીએ.” તેમણે વધુમાં કહ્યું, “ભ્રષ્ટ અને દલિત વિરોધી કોંગ્રેસ સરકારને યોગ્ય પાઠ ભણાવવો જોઈએ. અમારી લડાઈ અવિરત ચાલુ રહેશે, અને હું દરેકને આ સંઘર્ષમાં હાથ મિલાવવા હાકલ કરું છું. કાલે સવારે તે જ સ્થળે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, અને હું દરેકને ભાગ લેવા વિનંતી કરૂં છું.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાજપ સતત SC, ST અને પછાત સમુદાયોના હિતનું સમર્થન કરે છે, અને કથિત ભંડોળના દુરુપયોગ સામે જન આંદોલનનું નેતૃત્વ કરવા માટે ૧૪ ટીમો બનાવી છે. વિપક્ષના નેતા, આર. અશોકે, આરોપોમાં ઘી ઉમેરતા કહ્યું કે રાજ્યના નાણાકીય સંકટને કારણે દલિત કલ્યાણ ભંડોળનો ઉપયોગ અન્ય સરકારી ગેરંટીઓ પૂરી કરવા માટે થયો છે. તેમણે નાટકીય રીતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને “સિદ્દન્ના, લૂંટ ગેરંટી અન્ના” ગણાવ્યા અને તેમના પર રાજ્યને નાદારી તરફ ધકેલી દેવાનો આરોપ લગાવ્યો.વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચાલાવાડી નારાયણસ્વામીએ દલિત કલ્યાણ પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડીને પક્ષના વલણને મજબૂત બનાવ્યું. તેમણે પક્ષના કાર્યકરોને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીમાં જનતા સાથે જોડાવા હાકલ કરી, પક્ષના અંતિમ વિજયમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
આ વિરોધ પ્રદર્શનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડૉ. અશ્વથ નારાયણ, અનેક ધારાસભ્યો અને પક્ષના અગ્રણી કાર્યકરો સહિત અનેક ભાજપ નેતાઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વર્તમાન રાજ્ય સરકારની નીતિઓને પડકારવા અને ભવિષ્યની ચૂંટણી લડાઈઓ, ખાસ કરીને આગામી બ્રુહત બેંગલુરૂ મહાનગર પાલિકે (મ્મ્સ્ઁ) ચૂંટણીઓ માટે જુવાળ પેદા કરવા માટે એક વ્યાપક વ્યૂહરચનાનો ભાગ હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks