સંગમપટ્ટી ગામના ૧૭ વર્ષીય દલિત યુવકને પોંગલના તહેવારો દરમિયાન એક ટોળકી દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે
(એજન્સી) મદુરાઈ, તા.૨૩
મદુરાઈમાં ઉસીલમપટ્ટી નજીક એક દલિત યુવક પર થયેલા કથિત હુમલાના કેસમાં બે કિશોરોની ધરપકડ કરવામાં આવી હતી. સંગમપટ્ટી ગામના ૧૭ વર્ષીય દલિત યુવકને પોંગલના તહેવારો દરમિયાન એક ટોળકી દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પીડિતે દાવો કર્યો હતો કે ટોળકી દ્વારા તેને ત્રાસ આપવામાં આવ્યો હતો અને ટોળકીના કેટલાક સભ્યોએ તેના પર પેશાબ કર્યા પછી તેનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. જોકે, મદુરાઈના પોલીસ અધિક્ષક બી.કે. અરવિંદે આવા આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે દલિત યુવકનું અપમાન કરવામાં આવ્યું નથી. પરંતુ યુવક પર હુમલો થયો હોવાથી, ઉસીલમપટ્ટી ટાઉન પોલીસે ૧૮ જાન્યુઆરીએ છ વ્યક્તિઓ વિરૂદ્ધ કલમ ૨૯૬ (b), ૩૫૧ (૨), BNS r/w ૩ (૧) (િ) ૩ (૧) (જ) અને SC/ST POA એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.