નવાપુરા-મહાતવાર રોડ નજીક ચાર મોટરસાયકલ સવાર શકમંદોએ પોલીસ પર ગોળીબાર કર્યો; પોલીસ અને ર્જીંય્એ જવાબમાં સામો ગોળીબાર કર્યો, હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ
(એજન્સી) બલિયા, તા.૧૫
અહીંના રસરા વિસ્તારમાં ૩૦ વર્ષીય દલિત વ્યક્તિની હત્યાના સંદર્ભમાં પોલીસ એન્કાઉન્ટર બાદ ત્રણ નામાંકિત આરોપીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ગોળીબાર દરમિયાન બે આરોપીઓને પગમાં ગોળી વાગી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રસરાના ગુરગુજપુર ગામના રહેવાસી સત્ય પ્રકાશ રામ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સવારા ગામમાં દારૂની દુકાન પાસે ત્રણ માણસોએ તેમની છરીના ઘા મારીને હત્યા કરી હતી. પીડિતના ભાઈ ઓમ પ્રકાશ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, સુંદરમ સિંહ, રાજા સિંહ અને ઉમાકાંત પાંડે- બધા સવારા ગામના રહેવાસીઓ-વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૩(૧) (હત્યા) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બલિયાના પોલીસ અધિક્ષક ઓમવીર સિંહે જણાવ્યું હતું કે ઘટના પછી તરત જ પાંડેની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે નવાપુરા-મહાતવાર રોડ નજીક વાહન ચેકિંગ દરમિયાન, પોલીસે ચાર મોટરસાયકલ સવાર શકમંદોને રોકવાનો ઈશારો કર્યો હતો. જો કે, તેઓએ ભાગવાના પ્રયાસમાં પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો હતો.પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે સ્વબચાવમાં વળતો પ્રહાર કર્યો હતો, જેમાં હત્યા કેસમાં બે નામાંકિત આરોપીઓ-સુંદરમ સિંહ ઉર્ફે સત્ય સિંહ, ૨૧ અને રાજ સિંહ ઉર્ફે રાજા સિંહ, ૨૪, ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે સુંદરમને ડાબા પગમાં ગોળી વાગી હતી, જ્યારે રાજને જમણા પગમાં ગોળી વાગી હતી. એન્કાઉન્ટર દરમિયાન, પોલીસે માઉ જિલ્લાના સરયાલખાસ્ની વિસ્તારના બાડી પકવાલના ૧૯ વર્ષીય અનુજ સિંહ અને માઉ જિલ્લાના રાણીપુર વિસ્તારના ચકિયાના ૧૮ વર્ષીય અજય ખારવારની પણ ધરપકડ કરી હતી. ઘાયલ થયેલા બે આરોપીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, કારતૂસ, બે મોટરસાયકલ અને હત્યામાં વપરાયેલ છરી જપ્ત કરી છે.