૧ નવેમ્બર, ૧૯૮૪ના રોજ ગુરૂદ્વારા પુલ બંગશ નજીક ત્રણ શીખોની હત્યાના કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઇટલર ટ્રાયલનો સામનો કરી રહ્યા છે
(એજન્સી)નવી દિલ્હી, તા.૨૬
દિલ્હીની કોર્ટે શીખ વિરોધી રમખાણોના કેસમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ, દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ ચેતવણી આપી હતી કે હવે કોંગ્રેસના નેતાઓ જગદીશ ટાઇટલર અને કમલનાથ આગામી સજા ભોગવી શકે છે. સિરસાએ એમ પણ કહ્યું કે તેઓ મૃત્યુદંડની સજા માટે અપીલ પર વિચાર કરશે. ૧ નવેમ્બર, ૧૯૮૪ ના રોજ ગુરુદ્વારા પુલ બંગશ પાસે ત્રણ શીખોની હત્યાના કેસમાં કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર સામે કેસ ચાલી રહ્યો છે. સિરસાએ સાથે વાત કરતા કહ્યું હતું કે,"સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હું જીૈં્ ની રચના કરવા અને કેસ ફરીથી ખોલવા બદલ વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનું છું. આ કેસ ૩૫ વર્ષથી બંધ હતા, અને સજ્જન કુમાર, જગદીશ ટાઇટલર અને કમલનાથ જેવા લોકો મુખ્યમંત્રી અને સંસદ સભ્ય તરીકે મુક્તપણે ફરતા રહ્યા. અમે મૃત્યુદંડની અપેક્ષા રાખતા હતા. અમે નક્કી કરીશું કે મૃત્યુદંડ માટે હાઇકોર્ટમાં અપીલ કરવી કે નહીં. હવે જગદીશ ટાઇટલર અને કમલનાથનો વારો આવી શકે છે".આ દરમિયાન, દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (ડ્ઢજીય્સ્ઝ્ર) ના મહાસચિવ જગદીપ સિંહ કાહલોને નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે સજ્જન કુમારને આ કેસમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી નથી. મીડિયા સાથે વાત કરતા, કાહલોને કહ્યું કે જો કુમારને આજીવન કેદની સજા મળી હોત તો પણ ન્યાય મળ્યો હોત. કાહલોને કહ્યું,"અમે નારાજ છીએ કે સજ્જન કુમાર જેવા વ્યક્તિને મૃત્યુદંડની સજા ન આપવામાં આવી. મારું માનવું છે કે જો તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હોત, તો તે વધુ સારું હોત, અને અમને સંતોષ થયો હોત. જોકે, ૪૧ વર્ષ પછી, ભલે તેમને આજીવન કેદની સજા મળી હોય, ન્યાયનો વિજય થયો છે. હું કોર્ટના ચુકાદાનો આદર કરું છું,". દિલ્હીની એક કોર્ટે ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન સરસ્વતી વિહાર વિસ્તારમાં પિતા-પુત્રની જોડીની હત્યાના સંદર્ભમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી ૧૨ ફેબ્રુઆરીએ તેમની હત્યાઓ માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.