Ahmedabad

સાવધાન ! આગામી ર૦ ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની વકી

• નલિયામાં સતત ચોથા દિવસે પારો ૧૦ ડિગ્રીથી નીચે • રાજ્યભરમાં તાપમાનનો પારો ગગડવાની સાથે ઠંડા પવનો ફૂંકાતા તીવ્ર ઠંડીનો અનુભવ

અમદાવાદ, તા.૧૭
રાજ્યમાં શિયાળો બરોબર જામી રહ્યો છે ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં કોલ્ડવેવનો અનુભવ થઈ રહ્યો છે. ગુરૂવારે ૮.પ લઘુતમ તાપમાન સાથે નલિયાવાસીઓએ જોરદાર ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. જ્યારે રાજ્યના મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાનના જોરદાર ઘટાડા સાથે લોકોએ સખત ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. ઠંડા પવનો ફૂંકાતા દિવસ દરમ્યાન પણ ઠંડીનો અનુભવ થયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ર૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે.
છેલ્લા ચાર દિવસથી રાજ્યભરમાં ફૂંકાઈ રહેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ત્યારે ર૦ર૧ના નવા વર્ષને આવકારવા શિયાળો જોરદાર તૈયારીઓ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. નલિયામાં છેલ્લા ચાર દિવસથી લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું જોવા મળી રહ્યું છે. જેને પગલે નલિયાવાસીઓ તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. જ્યારે રાજ્યના મોટાભાગના સ્થળોએ પણ લઘુતમ તાપમાન ઘટતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. વાત કરીએ લઘુતમ તાપમાનની તો નલિયામાં પારો ૮.પ ડિગ્રી જ્યારે ડીસા અને ભૂજમાં ૧૧.ર, રાજકોટમાં ૧૧.૪, ગાંધીનગરમાં ૧૧.પ, કંડલા એરપોર્ટમાં ૧ર.૦, કેશોદમાં ૧ર.ર, અમરેલીમાં ૧ર.૮, સુરેન્દ્રનગર અને વલસાડમાં ૧૩.૦, કંડલા પોર્ટમાં ૧૪.૦ જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૪.૧ ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં ઠંડીમાં થઈ રહેલા વધારાને જોતાં વિશેષ તકેદારી રાખવાનું તબીબો અને જાણકારો જણાવી રહ્યા છે. ઠંડીમાં વધારો થતાં ફૂટપાથ પર રહેતા અને ઘરવિહોણા લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે. લઘુતમ તાપમાન ઘટતાં ઠંડી જાણે કે સમગ્ર પ્રકૃતિને બાનમાં લેવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ઠંડીનું પ્રમાણ વધતાં વહેલી સવારે અને મોડી સાંજે રોડ-રસ્તા પર લોકોની ઓછી ચહલ-પહલ જોવા મળે છે. લોકો કામ વગર બહાર જવાનું ટાળી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં કાતિલ ઠંડીની આગાહીને જોતાં વિશેષ સાવચેતી અને તકેદારી રાખવી જરૂરી બનશે, તેવો જાણકારોનો અભિપ્રાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.