રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે. અંગ-દઝાડતી કાળઝાળ ગરમીને લીધે બપોરના સમયે તડકામાં બહાર નીકળવું જોખમી બન્યું છે. લૂ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે સામાન્ય વ્યક્તિઓ અને શ્રમિકો માટે તીવ્ર ગરમીમાં સાચા સંબંધી જેવા આશ્રય સ્થાનો બને છે વૃક્ષો. પણ હાલ જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. તે જોતા આવનાર વર્ષોમાં કેટલા વૃક્ષો બચશે એ પ્રશ્ન ચિંતા જન્માવે તેવો છે. ત્યારે પ્રસ્તુત તસવીરમાં ઊંટગાડા સાથે નીકળેલ શ્રમિક પરિવાર જો વૃક્ષો જ ન હોય તો આવી તીવ્ર ગરમીમાં કયાં આશ્રય સ્થાન શોધે ? તે પ્રશ્ન થયા વગર રહેતો નથી. ખરેખર વૃક્ષોને સજ્જન કહેવા પાછળનું એક કારણ આ પણ છે.