નવી દિલ્હી,તા.૨૦
અનુભવી ભારતીય ઝડપી બોલર પ્રવીણ કુમારે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. મેરઠનો પ્રવીણ કુમાર ભારતીય ટીમના ઘણા યાદગાર વિજયનો ભાગ બન્યો છે. ૧૩ વર્ષ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યા પછી તેણે આ નિર્ણય લીધો છે. તે હવે માત્ર ઓએનજીસી માટે કંપની ક્રિકેટ રમશે અને તે બોલિંગનો કોચ બનવા માંગે છે. નિવૃત્તિ બાદ તેણે જણાવ્યું કે ’મને કોઈ પસ્તાવો નથી. દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી.
તેણે જણાવ્યું કે યુપીમાં સારા બોલર છે, જે રાહ જોઈ રહ્યા છે, અને હું નથી ઇચ્છતો કે તેમની કારકિર્દી પ્રભાવિત થાય. હું રમીશ તો એકની જગ્યાએ જશે. અન્ય ખેલાડીઓના ભવિષ્ય વિશે વિચારવું મહત્વનું છે. તેણે ભારત માટે ૬૮ વનડે અને ૬ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૭૭ વનડે અને ૨૭ ટેસ્ટ વિકેટ લીધી છે.