પુજારા-રહાણેની અવગણના બાદ અશ્વિનનો સંન્યાસ : હવે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા પર બધાની નજર
ર૦૧ર અને ર૦૧૩ વચ્ચે પણ ટીમ ઈન્ડિયા આવા જ ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહી હતી ત્યારે સચિન તેન્ડુલકર,રાહુલ દ્રવિડ અને લક્ષ્મણે પોત પોતાનું સ્થાન ખાલી કર્યું હતું
નવી દિલ્હી, તા.૧૯
આર. અશ્વિનનું રિટાયમેન્ટ ટીમ ઈન્ડિયામાં એક મોટા ફેરફારની પહેલ સાબિત થઈ શકે છે. આવનારા દિવસોમાં આપણને અનેક બીજા સિનિયર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેતા દેખાશે જેથી આગામી પેઢી માટે સ્થાન બની શકે. એક રિપોર્ટ અનુસાર આની શરૂઆત આગામી વર્ષ જૂન જુલાઈમાં યોજાનાર ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા થઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ડબ્લ્યુટીસી ચક્રની ભારતની અંતિમ સિરીઝ છે અને આ ભારતની ‘ઓલ્ડ ગ્રુપ’ પેઢી માટે અંતિમ હોઈ શકે છે. અશ્વિનની સાથે સાથે વિરાટ કોહલી, રોહિત શર્મા, અજિંકય રહાણે, ચેતેશ્વર પુજારા અને રવીન્દ્ર જાડેજાની તે ગ્રુપનો હિસ્સો હતા. જેમણે ર૦૧ર અને ર૦૧૩ વચ્ચે આ જ પ્રકારના ફેરફારથી ટીમ ઈન્ડિયામાં કોર ખેલાડીઓના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તે દરમ્યાન સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે પોતાનું સ્થાન ખાલી કર્યું હતું. કપ્તાન રોહિત ભલે બધાને વારંવાર યાદ અપાવવાનો પ્રયાસ કરે કે જે પણ સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. તેના માટે દરવાજા ખુલ્લા છે પણ આ પહેલાથી નક્કી હતું કે ટીમ ઈન્ડિયા પુજારા અને રહાણેથી આગળ વધી ચૂકી છે. અશ્વિનને પણ કંઈક આવા જ સંકેત મળ્યા કારણ કે ન્યુઝીલેન્ડ સિરીઝમાં અચાનક વોશિંગ્ટન સુંદરની એન્ટ્રી થઈ અને બીજી ટીમ પર્થ ટેસ્ટમાં તેને જાડેજા અને અશ્વિન કરતાં વધારે મહત્ત્વ આપી તક આપવામાં આવી. રિપોર્ટ અનુસાર અશ્વિનનો આ નિર્ણય કેટલો પ્લાન્ડ હતો તે નક્કી કરવું ઠકીન છે પણ ભારતીય ટીમમાં જલ્દી જ ફેરફાર થવાની આશા છે. સંભવતઃ ર૦રપની ગરમીમાં ઈંગ્લેન્ડંમાં તેની આગામી ટેસ્ટ સિરીઝની શરૂઆત સુધી. આ સંભવ છે કે કોઈપણ ખુલી રીતે સ્વીકાર કરશે કે આ એક સંકેત હતો પણ એક ધારણા છે કે આ જાહેરાત ફકત એક શરૂઆત ઠીક એવી જ રીતે જેવું ર૦૦૮માં થયું હતું જ્યારે અનેક વરિષ્ઠ ખેલાડી જલ્દી જલ્દી રિટાયર થઈ ગયા હતા.
ચેન્નાઈમાં અશ્વિનનું ઇમોશનલ સ્વાગત, માતાના આંસુ છલકાયા
ચેન્નાઈ, તા.૧૯ : ભારતના દિગ્ગજ સ્પિનર અશ્વિને બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. અશ્વિન સંન્યાસના આગામી દિવસે જ સ્વદેશ પહોંચી ગયો છે. તેનું ગુરૂવારે ચેન્નાઈમાં ઘરે પહોંચવા પર જોરદાર અને ઇમોશનલ સ્વાગત થયું. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે અશ્વિનના સંન્યાસના નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં હજુ બે ટેસ્ટ રમવાની છે. અશ્વિનના ઘરે પહોંચવાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, અશ્વિન જેવો જ ઘરે પહોંચે છે તો મોટી સંખ્યામાં લોકો હાજર હતા. તેના આવવા પર બેન્ડ લગાવડવામાં આવ્યો હતો. અશ્વિન સૌથી પહેલા પિતાને મળ્યો. પિતા તેને ભેટી પડ્યા અને તેની પીઠ થપથપાવી હતી. તે બાદમાં માતાને મળ્યો. માતાએ જેવો જ પુત્રને ગળે લગાવ્યો તેના આંસુ છલકાઈ ગયા. અશ્વિને અમુક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. અશ્વિનના ઘરે પહોંચવાના વીડિયો પર પ્રશંસકોના જોરદાર રિએક્શન આવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અશ્વિન કેટલો સરળ માણસ છે. તે લોકોને એટલા પ્રેમથી મળી રહ્યો છે, જાણે કોઈ લોકલ મેચ રમીને પરત ફર્યો છે. આ તેની જમીન સાથે જોડાઈ રહેવાની આદત દર્શાવે છે. અશ્વિને ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો પણ તે આઈપીએલ સહિત ક્લબ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. તે આઈપીએલ ૨૦૨૫માં ચેન્નાઈ તરફથી ઊતરશે. અશ્વિન ભારત માટે બીજો સૌથી વધારે ટેસ્ટ વિકેટ લેનાર બોલર છે. તેણે ૫૩૭ વિકેટ ઝડપી છે તેની આગળ પૂર્વ સ્પિનર અનિલ કુમ્બ્લે (૬૧૯) છે.