મેલબોર્ન, તા.૩૧
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન માઈકલ કલાર્કનું કહેવું છે કે જો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) તરફથી રજુ કરાયેલા મધ્યસ્તથા પ્રસ્તાવને ઠુકરાવ્યો તો આ તેમની મુર્ખતા હશે. અત્રે ઉલ્લેખનીય છે કે સીએએ આનો પ્રસ્તાવ આપ્યો હતો અને આમાં રોલઓવર કોન્ટ્રાક્ટની પ્રતિબદ્ધતાની સાથે સાથે ઓગસ્ટમાં બાંગ્લાદેશ સપ્ટેમ્બર તથા ઓક્ટોબરમાં ભારત પ્રવાસનું આશ્વાસન હતું. આ પ્રસ્તાવ પર જો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સંઘની સહમતિ મળી નથી. કારણ કે આમાં ચૂકવણી વિવાદના સમાધાનમાં વિલંબની સંભાવના છે. બેંગ્લોરમાં ઓટો ચલાવવાનું શીખી રહેલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ કલાર્કે કહ્યું કે અમુક ખેલાડી ટીમ માટે ટ્યુમરની જેમ આ માઈકલ કલાર્કના આ નિવેદનથી વિવાદ થઈ શકે છે. એસીએના મુખ્ય કાર્યકારી અધિકારી નિકોલસને કહ્યું કે તે બોર્ડ સાથે વાત ચાલુ રાખવાનું પસંદ કરશે પણ મધ્યસ્થતા પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય આગામી સપ્તાહ સુધી લેવામાં આવશે. જો કે કલાર્કનું માનવું છે કે ખેલાડીઓએ આ પ્રસ્તાવ વિશે વિચારવું જોઈએ.