(એજન્સી) તા.ર૧
ઈસ્લામી ગણતંત્ર ઈરાનના વિદેશમંત્રીએ અમેરિકા દ્વારા ઈરાન પર સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રતિબંધ ફરીથી લગાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ સ્પષ્ટ છે કે અમેરિકા અને એક અન્ય દેશને છોડીને સુરક્ષા પરિષદના તમામ દેશોએ ખૂલીને અને ઔપચારિક રીતે જાહેરાત કરી છે કે તે અમેરિકાના પગલાને કાયદાકીય નથી સમજતા. આ વિશે બે સ્થિતિઓ છે એક એ કે અન્ય દેશ અમેરિકાનો વિરોધ કરે અને બીજી એ કે અન્ય દેશ કહે કે અમેરિકા કોણ હોય છે આ મામલામાં આપણે બીજી સ્થિતિમાં છીએ. વિદેશમંત્રી જવાદ જરીફે જણાવ્યું કે, અમેરિકન વિદેશમંત્રી ટ્રેગર મેકેનિજમની વાત કરે છે જ્યારે પ્રસ્તાવમાં આવી કોઈ વસ્તુ નથી. આ અમેરિકનોએ પ્રચલિત કર્યું છે, અમેરિકન વિદેશમંત્રી પણ વારંવાર તેનું નામ લે છે અને ઓબામા અને જોન કેરીનો હવાલો આપે છે કારણ કે તેમણે પોતે તેને વાંચ્યો જ નથી. વિદેશમંત્રીએ જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચનાથી લઈને અત્યાર સુધી અમેરિકાએ ૧ર૦ વખત પ્રતિબંધોનો હથકંડો અપનાવ્યો છે અને સંયુકતરાષ્ટ્ર સંઘના મહાઅધિવેશનનાં ભાષણ દરમ્યાન એક નકશો બતાવીશ જેનાથી જાણ થઈ જશે કે અમેરિકાએ કઈ રીતે એક નાના વિસ્તાર ઉપરાંત સંપૂર્ણ વિશ્વ પર પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ હવે અમેરિકન વર્ચસ્વનો અંત થઈ રહ્યો છે. વિદેશમંત્રીએ આ પ્રશ્નના જવાબમાં જો અમેરિકાએ ઈરાનના જહાજોની તપાસ લેવા ઈચ્છી તો શું થશે ? જણાવ્યું કે, આ દરિયાઈ લૂટ હશે પરંતુ મને નથી લાગતું કે, અમેરિકા આવું કોઈ કામ કરશે. વિદેશમંત્રી જવાદ જરીફ ઈઝરાયેલની સાથે યુએઈ અને બેહરીન તરફથી સમજૂતી પર હસ્તાક્ષર તરફ સંકેત આપતા જણાવ્યું કે, ત્રણ લોકો ઊઠીને વ્હાઈટ હાઉસ ગયા અને એક વસ્તુ પર હસ્તાક્ષર કર્યા. આ લોકો રપ વર્ષથી એક બીજાની સાથે સુરક્ષા સહયોગ કરી રહ્યા છે. હવે એક કાગળ પર હસ્તાક્ષર કરી રહ્યા છે કે અમે સુરક્ષા સમજૂતી કરી લીધી છે શું આ પહેલા એક બીજા સાથે યુદ્ધ કરી રહ્યા હતા ? અમારા પાડોશી આ વિચારે છે કે ઈઝરાયેલ તેમની સુરક્ષા કરી શકે છે. ઈઝરાયેલમાં જો તાકાત હોતી તો તે ઈસ્લામી જેહાદ અને હમાસથી પોતાની સુરક્ષા કરતું.