(એજન્સી) તા.૨૦
મીડિયા ગેરમાહિતીનો રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગ કરવો એ કોઇ નવી ઘટના નથી. સંકટના સમયમાં નાગરિકોને સંગઠિત કરવાના બદલે કોવિડ-૧૯ મહામારીએ ગેરમાહિતી ફેલાવીને વધુ ગુંચવાડો ઊભો કર્યો છે. ભારતીય મુસ્લિમો ભારતની કુલ વસ્તીના ૧૫ ટકા છે અને હવે ૨૦ સાથે ભારતનું સૌથી મોટું લઘુમતી સમુહ છે. તેમ છતાં દાયકાઓથી તેમને ભેદભાવયુકત સામાજિક -આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં ખાસ કરીને આ વર્ષે માર્ચમાં ઇસ્લામિક તબ્લીગી જમાતના ત્રણ દિવસીય સંમેલનના પગલે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મુસ્લિમો કોરોનાના સુપર સ્પ્રેડર્સ છે. એવી અફવાઓ જોરશોરથી વહેતી થઇ હતી કે ભારતીય મુસ્લિમો હિંદુઓના ખોરાકમાં થૂંકવાથી લઇને તેમના કાર્યસ્થળ સુધીની ઘૂસણખોરી કરવાની બાબતમાં ઇરાદાપૂર્વક હિદુઓને સંક્રમિત કરી રહ્યાં છે. બીબીસીના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર ભારતીય મુસ્લિમોને નિશાન બનાવીને ખોટી માહિતી અને સમાચારો ફેલાવવામાં આવે છે. ખોટી માહિતી ફેલાવવી એ સર્વસમાવેશક લોકતંત્ર માટે ખતરા સમાન છે. ભારતીય મુસ્લિમો માહિતીના શસ્ત્ર તરીકે કરવામાં આવતાં ઉપયોગથી અજાણ નથી. ભારતીય મુસ્લિમો અંગે ફેક ન્યૂઝ અને ગેરમાહિતી પેઢીઓથી ફેલાવવામાં આવી રહી છે અને તેની પાછળનો હેતુ સમુદાય પ્રત્યે અણગમો ફેલાવવાનો છે. આમ ભારતની ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ માહિતીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતના સૌથી મોટા લઘુમતી સમુદાયે સંગઠિત બનીને તેની સામે લડત આપવી જોઇએ. આ માટે આ વર્ષના આરંભે ઇન્ડિયન મુસ્લિમ્સ ફોર પ્રોગ્રેસ એન્ડ રીફોર્મ્સની રચના કરવામાં આવી હતી. આ સંગઠન દેશમાં અને વિદેશમાં ભારતીય મુસ્લિમો અંગેની છબીમાં મોટા પાયે બદલાવ લાવવાની આશા રાખે છે.