(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૬
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(સીબીએસઇ)એ તેની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in …િીજેઙ્મંજ.હૈષ્ઠ.ૈહ પર ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનું ડેટશીટ જાહેર કરવાની ના પાડી દીધી છે. સીબીએસઇ બોર્ડની પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને લગતી વધુ માહિતી માટે તમે સીબીએસઈ બોર્ડ cbseresults.nic.inહની સત્તાવાર વેબસાઇટને જોઈ શકો છો. તે પહેલાં, ઘણા મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે સીબીએસઇ ૧ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી પ્રાયોગિક પરીક્ષા લેવાનું વિચારી રહ્યું છે. સીબીએસઈના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ પણ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ૧૦ અને ૧૨ ધોરણની પરીક્ષા ચોક્કસપણે લેવામાં આવશે અને આ માટે ટૂંક સમયમાં શિડ્યુલ જાહેર કરવામાં આવશે. તેમણે તાજેતરમાં વેબિનારમાં બોલતા આ ટિપ્પણી કરી હતી. આ ગેરસમજ ખરેખરમાં થઈ રહી છે કારણ કે બોર્ડ સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં બોર્ડની પ્રાયોગિક પરીક્ષાઓ લે છે. પરંતુ આ વખતે સ્થિતિ કોરોના ચેપને કારણે જુદી છે. ઘણી શાળાઓ ખુલી છે,પરંતુ વિદ્યાર્થીઓ ખૂબ મર્યાદિત સંખ્યામાં આવી છે. તે જ સમયે, વધતા સંક્રમણની વચ્ચે, પ્રાયોગિક પરીક્ષાઓર્ ઓફલાઇન લેવામાં આવશે અથવા આ માટે ઓનલાઇન વિકલ્પ પસંદ કરવામાં આવશે, હાલ આ વિચારવાની વાત છે.