(એજન્સી) તા.પ
કબજાવાળા વેસ્ટબેન્કમાં પથ્થરબાજી દરમ્યાન ઈઝરાયેલી સૈનિકોએ શુક્રવારે ૧પ વર્ષીય પેલેસ્ટનીને ગોળી મારી દીધી. પેલેસ્ટીની અધિકારીઓએ જણાવ્યું કે, જો કે, ઈઝરાયેલી સેનાએ જણાવ્યું તેની સેનાઓએ લાઈવ ફાયરનો ઉપયોગ કર્યો નથી. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કિશોરીને પેટમાં એક ગોળી વાગી હતી અને તેને પેલેસ્ટીની શહેરની એક હોસ્પિટલમાં સારવાર માટે ગંભીર સ્થિતિમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત નિપજ્યું. એક ઈઝરાયેલી સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું કે સૈનિકોએ રમખાણ ફેલાવવાના અર્થ તરીકે ઉપયોગ કર્યો હતો, જે ડઝનો પેલેસ્ટીનીઓ સામનો કરવા માટે હતો, જે સૈનિકો પર પથ્થર ફેંકી રહ્યા હતા અને ઈઝરાયેલના વાહનો પર પથ્થર અને ટાયર સળગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રવક્તાએ જણાવ્યું કે રમખાણો દરમ્યાન લાઈવ આગના ઉપયોગના સમાચાર સત્ય નથી અને અનેક રમખાણકારોના ઘાયલ થવા અને એક મૃત્યુ વિશે દાવો કરવામાં આવે છે. પેલેસ્ટીની કિશોરી રામલ્લાહ પાસે અલ મુગય્યિર ગામમાં ઈઝરાયેલની વસ્તીઓની વિરૂદ્ધ એક અઠવાડિક વિરોધ પ્રદર્શનમાં સામેલ હતા. તેમણે જણાવ્યું કે પ્રદર્શનકારી સૈનિકો પર પથ્થર ફેંકી રહ્યા હતા. પેલેસ્ટીની વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, આ ખૂબ જ ખરાબ યુદ્ધ અપરાધ છે અને માનવતાની વિરૂદ્ધ છે.