નોવેલ કોરોના વાયરસના આંકડા અંગે સરકાર દૈનિક બુલેટિનમાં જે મૃત્યુ દર્શાવે છે, તે રાજ્યના ઘણા સ્મશાનગૃહમાં જોવાયેલી સંખ્યા કરતાં નોંધપાત્ર રીતે ઓછા હોવાનું જણાય છે
(કોવિડ-૧૯ના ફેલાવાને અંકુશમાં રાખવા માટે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન પોલીસે વાહનચાલકોને રોક્યા.)
અમદાવાદ/સુરત, તા.૧૦
૨૦ નવેમ્બરના રોજ ગુજરાતી નવા વર્ષના ત્રણ દિવસ પછી, ૭૧ વર્ષના જ્યોતિબેન જોશીએ અમદાવાદની ૧૨૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ વોર્ડમાં વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લીધા. તેમના ભાઇ પ્રદિપ જોશી અને ભત્રીજા નીતિન જોશી (તેમની ઓળખ બચાવવા માટે નામ બદલયા છે)ને બીજે દિવસે સવારે તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી લેવામાં અને વાડજ વિસ્તારમાં એક સ્મશાનમાં લઈ જવા માટે ઘણી મુશ્કેલી પડી. તેમની પાસે ઁઁઈ કીટ અને પૂજાનો સામાન પણ ન હતો અને રાત્રે કરફ્યુ હતો.
છેવટે સવારે ૯ વાગે જોશી કુટુંબ અંતિમ ક્રિયા માટે વાડજ સ્મશાનગૃહ પહોંચ્યા, તેઓ ઝ્રદ્ગય્ ભઠ્ઠી નજીક બે મૃતદેહો સાથે “કતાર”માં જોડાયા. એક મૃતદેહ તો પહેલેથી જ ભઠ્ઠીમાં હતું. જોશીઓની શબવાહિનીની પાછળ બીજી એક શબવાહિની આવી. એક વસ્તુ સ્પષ્ટ હતી કે તે દિવસે કોરોનાથી મૃત્યુ પામેલા ૫ શબો તો આ જ સ્મશાનગૃહમાં અમારી સામે હતા. અમદાવાદમાં આવા ૫ મોટા સ્મશાનગૃહો છે, બધી જ જગ્યાએ આવી કતારો હતી. તે જ દિવસે ૨૧ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ગુજરાત સરકારના દૈનિક બુલેટિન મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી ૫ મૃત્યુ થયા અને ૩૫૪ નવા કેસ નોંધાયા, જ્યારે આખા ગુજરાતમાં તે દિવસે ફક્ત ૯ મૃત્યુ જ બતાવામાં આવ્યા હતા. આવા લોકોમાં વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત પણ હતા, જેમણે પ્રતિષ્ઠિત ગુજરાતી દૈનિક, જય હિન્દના કોલમમાં તેનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે તેઓએ ઝ્રદ્ગય્ ભઠ્ઠીઓ પર ત્રણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે બે કલાક રાહ જોવી પડી હતી, જ્યારે અન્ય ત્રણ લોકો રાહ જોઇ રહ્યા હતા. ભઠ્ઠીઓમાંના ત્રણ મૃતદેહોમાંથી બે કોવિડ-૧૯ પીડિતોના હતા અને અંતિમ સંસ્કાર કરવા માટે રાહ જોતા અન્ય ત્રણ મૃતદેહોમાંથી બીજા બે પણ કોવિડ-૧૯નો ભોગ બન્યા હતા. તેઓ લખે છે કે, “મેં અમદાવાદમાં રોગચાળાની તીવ્રતા વિશે સાંભળ્યું હતું, પરંતુ ત્યાં ઘણા બધા મૃતદેહો જોઈને હું હચમચી ગયો.” પુરોહિતે ૨ ડિસેમ્બરે થલતેજ સ્મશાનગૃહમાં સવારના કેટલાક કલાકો દરમિયાન કોવિડ-૧૯ના ઓછામાં ઓછા ચાર મૃતદેહ જોયા. જોકે, ૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ, રાજ્ય સરકારના દૈનિક બુલેટિનમાં કહેવામાં આવ્યું કે, છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૯ લોકોનાં મોત થયાં છે. ૩ ડિસેમ્બરે, અમદાવાદમાં ૯ ઉપરાંત સુરતમાં ૨ તથા રાજકોટ અને વડોદરામાં ૧-૧ લોકોના મોત સાથે સમગ્ર ગુજરાતમાં ફક્ત ૧૩ મૃત્યુ જ નોંધવામાં આવ્યા હતા. એવા ઘણા કિસ્સા છે જ્યારે સંબંધીઓને અંતિમક્રિયા માટે મૃતદેહને એક સ્મશાનગૃહથી બીજા સ્મશાનગૃહ લઈ જવું પડ્યું હતું. આમ ગુજરાત સરકારે પોતાની શાખ બચાવવા અને પેટા ચૂંટણીઓ કરાવવા મૃત્યુઆંક છુપાયા હોવાનું લાગે છે.
– દર્શન દેસાઈ
(લેખક ડેવલપમેન્ટ ન્યૂઝ નેટવર્ક, ગુજરાતના સંપાદક છે)
(સૌ. : ધ વાયર.ઈન)