અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા ખાતે
NHRCદ્વારા હિંસાની તપાસમાં સિટિઝન આગેન્સ્ટ હેટ ટીમને છીંડા જોવા મળ્યા
(એજન્સી) તા.રર
જામિયા મિલ્લિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ નાગરિકત્વ (સુધારો) અધિનિયમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનને કાબૂમાં લેવા પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓને પણ બક્ષવામાં આવી ન હતી. દિલ્હી સ્થિત સિટીઝન અગેન્સ્ટ હેટ દ્વારા તૈયાર કરાયેલા ૧૨૪ પાનાનાં અહેવાલમાં એક વિદ્યાર્થિની કહે છે, ‘‘પુરૂષ પોલીસ અધિકારીઓએ તેમના બુટથી અમારા પગ અને હાથ પર દબાણ કરી રહ્યા હતા.’’ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની બંને યુનિવર્સિટીઓમાં બનેલી ઘટનાઓની તપાસમાં નોંધપાત્ર છીંડાઓ જોવા મળ્યા છે.
બળનો અતિરેક
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના અધિકારીઓએ વિદ્યાર્થીઓની વિરુદ્ધ બળનો અપ્રમાણસર ઉપયોગ કર્યો હતો – ત્નસ્ૈંના જૂના રીડિંગ હોલ અને ઝાકિર હુસેન લાઇબ્રેરીની અંદર આંસુ-ગેસના શેલ ફેંકવામાં આવ્યા હતા અને લેપટોપ જેવા વિદ્યાર્થીઓના ઉપકરણો તોડી પાડવામાં આવ્યા હતા. તે કહે છે કે ત્નસ્ૈંમાં મહિલા વિદ્યાર્થીઓને ૧૫ ડિસેમ્બરના રોજ પુરૂષ પોલીસ અધિકારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને પોલીસે કોમવાદી ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને વિદ્યાર્થીઓ, ખાસ કરીને કાશ્મીરીઓની મુસ્લિમ ઓળખને નિશાન બનાવ્યું હતું. અધિકારીઓએ વિદ્યાર્થીઓને હવામાં હાથ ઉપર કરાવી પરેડ કરાવી હતી. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, છસ્ેંમાં પોલીસ અને આરએએફના અધિકારીઓ ૧૫ ડિસેમ્બરે કેમ્પસમાં પ્રવેશ્યા હતા અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર અશ્રુ-ગેસના શેલ, રબરની ગોળીઓ અને આશ્ચર્યજનક રીતે ગ્રેનેડ ગોળીબાર કર્યા હતા, જેને કારણે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં એકે તેનો હાથ ગુમાવ્યો હતો. કાનૂની અને તબીબી સહાયમાં વિલંબ માટે અધિકારીઓને દોષિત ઠેરવતા, અહેવાલમાં ઉમેર્યું હતું કે ધરપકડ અને ગુનાહિતકરણ સહિતની વિદ્યાર્થીઓની પજવણી ૧૫ ડિસેમ્બરની ઘટના પછી પણ ચાલુ રહી, જ્યારે ૫૬ વ્યક્તિઓ અને ૧૨૦૦-૧૩૦૦ અનામી વ્યક્તિઓ સામે બે અલગ અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાઓમાં દ્ગૐઇઝ્રના તારણોની આલોચનાઓ કરતાં, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે માનવઅધિકાર સંસ્થાએ પોલીસ કાર્યવાહીને કાયદેસરતા આપીને, “પ્રશ્નો ઊભા કરનાર આધારો” સાથે વિદ્યાર્થીઓને હિંસા માટે દોષી ઠેરવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે તે કાયદાનું સમાધાન થયેલ સિધ્ધાંત છે કે ફક્ત પરવાનગીનો અભાવ વિરોધને ગેરકાયદેસર બનાવતો નથી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દ્ગૐઇઝ્રએ પરિસ્થિતિના પુરાવા ધ્યાનમાં લીધાં નથી – ઓરડામાં લાગેલી આગ, ટીયર-ગેસના શેલ, ગેટકીપરનું બેભાન થવું – આ તારણ કાઢતા પહેલા કે હુમલાના સીસીટીવી ફૂટેજ જેવા ભૌતિક પુરાવા ન મળવાના કારણે. છાત્રાલય અને વિશિષ્ટ જગ્યાઓ હોવા છતાં, આક્ષેપો સાબિત થતા નથી અથવા નકારી કાઢવામાં આવતા નથી.
તપાસની ભલામણ કરવામાં આવી છે
ઝ્રછૐએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી તપાસ પંચની તાત્કાલિક રચના કરવાની ભલામણ કરી છે કે જેથી આ ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે અને પોલીસની જવાબદારી તેમજ નિંદાત્મક કાર્યવાહીની ખાતરી આપવામાં આવે.
(સૌ. : ધ હિન્દુ.કોમ)