ઓછામાં ઓછા બે કેસો ધ પ્રિન્ટની સામે આવ્યા, જેમાં પોલીસ ફરિયાદો હિન્દુ સંગઠનો દ્વારા લખવામાં આવી હતી, જે દાવો કરે છે કે તેઓ ‘લવ જેહાદ’ના બનાવોને રોકે છે
(એજન્સી) હરદોઈ, શાહજહાંપુર, તા.ર૭
તેઓ ૫૦ મીટરની અંતરે રહેતા અને બે વર્ષથી પ્રેમમાં હતા. તેઓ ઘણીવાર બહાર મળતા, સવારી માટે જતા, ફોટા પડાવતા અને પછી લગ્ન કરવાનું વિચારતા. ૩૦ નવેમ્બરના રોજ, ૧૮ વર્ષીય હિન્દુ યુવતી અને ૨૫ વર્ષીય મુસ્લિમ યુવક, ઉત્તરપ્રદેશના હરદોઈની સ્થાનિક અદાલતમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન માટે અરજી સબમિટ કરવા ગયા, પરંતુ આ યોજના સાકાર થઈ નહીં. તેના બદલે તેણીને તેના પિતા દ્વારા કોર્ટમાંથી લઇ જવામાં આવી હતી જેમને ત્યાં તેની હાજરી વિશે “જાણ” કરવામાં આવી હતી. થોડા દિવસો પછી, ૧૦ ડિસેમ્બરના રોજ, મહિલાએ શાહબાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી હતી, અને આક્ષેપ કર્યો હતો કે મોહમ્મદ આઝાદે તેને લગ્ન માટે પોતાનો ધર્મ બદલવાનું કહ્યું અને જ્યારે તેણે ના પાડી ત્યારે તેણે તેને કોર્ટમાં જ છોડી દીધી હતો. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે દિવસથી આઝાદ તેની સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે, બે પ્રસંગે તેની ઉપર બળાત્કાર કર્યો છે અને તેમના ખાનગી ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આઝાદની કહેવાતા ‘લવ જેહાદ’ કાયદા હેઠળ ૧૧ ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ગુનાહિત ધાકધમકી તથા બળાત્કારના આરોપ હેઠળ કેસ દાખલ કરાયો હતો. જો કે, જિલ્લાની પોલીસે આ કેસમાં એક અન્ય પાસા તરફ ધ્યાન દોર્યું – હિન્દુ જૂથો, તેમનું કહેવું છે કે ઉત્તરપ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફૂલ કન્વર્ઝન ઑફ રિલિજિન ઑર્ડિનન્સ, ૨૦૨૦ના અમલ પછીથી “અત્યંત સક્રિય” બની ગયા છે. બજરંગદળના જિલ્લા કો-ઓર્ડિનેટર પવન રસ્તોગીએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે, તેણી આઝાદ સાથે લગ્ન કરવાનું વિચારી રહી છે તે “તેના નેટવર્ક દ્વારા” જાણવા મળ્યું. અમે યુવતીને પાછી મેળવી અને પછી તેણીને હ્લૈંઇ દાખલ કરવામાં મદદ કરી. તેણે કહ્યું. “આ કાયદા માટે આભાર, અમે મુક્ત રીતે સંચાલન કરી શકીએ છીએ. અમને આશા છે કે ભાજપ શાસિત તમામ ૨૦ રાજ્યો હિન્દુત્વની સુરક્ષા માટે આ કાયદો લાવે.
આ એકમાત્ર દાખલો નથી
હરદોઈથી માત્ર ૬૨ કિલોમીટર દૂર શાહજહાંપુર જિલ્લાનો એક વિસ્તાર મોહમ્મદ વાલી છે, જ્યાં એક ૪૨ વર્ષીય હિન્દુ મહિલાએ ૨૭ વર્ષીય મોહમ્મદ સઈદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેણે બંદૂકની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેને ઇસ્લામ ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું. તેણે આરોપ લગાવ્યો છે કે તેણે ૨૦૧૭માં તેનું નામ સુનિલ હોવા અંગે ખોટું બોલ્યું હતું અને “તેને સંબંધમાં રહેવા ફોસલાવી હતી”, જે પછી ત્રણ વર્ષ સુધી ચાલ્યું .
મહિલાના પડોશીઓએ દાવો કર્યો હતો કે સઇદ વિવિધ પ્રસંગોએ તેના ઘરે વારંવાર આવતો હતો અને આ કેસ “સંબંધો કડવા” બનવાનો હતો. સઇદનું કુટુંબ, જણાવે છે કે ૪૨ વર્ષિય મહિલા તેને “ભાઈ” તરીકે સંબોધન કરતી હતી અને તેમના કુટુંબ અને તેમની ઓળખને ખૂબ સારી રીતે જાણતી હતી.. પોલીસે સઈદ ઉપર ‘લવ જેહાદ’નો કાયદો અને હુલ્લડ અંગે ૈંઁઝ્ર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, અહીં પણ, મહિલાએ બજરંગદળની માતૃ સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ)ની મદદ સાથે કોતવાલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
શાહજહાનપુરના રાજેશ અવસ્થી જે ફૐઁ જિલ્લા મંત્રી છે, તેમણે ધ પ્રિન્ટને જણાવ્યું કે તેમણે “હિન્દુત્વનું રક્ષણ” કરવા અને તેણીની ખાતરી કરવા કે તે “પલટે નહીં” દખલ કરી હતી અને જીઁને કોલ કરી હ્લૈંઇ દાખલ કરાવી હતી. અવસ્થીએ કોર્ટ સંકુલમાં “મજબૂત નેટવર્ક” વિશે પણ બડાઈ મારી હતી, જ્યાં યુગલો હંમેશાં તેમનાં લગ્નની નોંધણી કરાવે છે, અને દાવો કર્યો હતો કે તે ખાતરી કરે છે કે હિન્દુ-મુસ્લિમ યુગલોમાંથી કોઈપણ લગ્નમાં સફળ ન થાય.
તાવીઝને કારણે તેની પકડમાં હતી તેણે મને પહેરવ્યું : હરદોઈની યુવતી
હરદોઈ ખાતે, ૧૮ વર્ષીય વાત કરવા માટે ખચકાય છે. તે બે શબ્દો બોલે છે અને પછી તેના પિતા તરફ જુએ છે. ખૂબ સમજાવટ પછી, તે કહે છે, “હું તેની સાથે ગઇ કારણ કે હું સીધું વિચારતી ન હતી. તે તાવીઝ (ધાર્મિક લોકેટ)ને કારણે જે તેણે મને પહેરાવ્યું હતું. તેણે મને કહ્યું કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે લગ્ન કરશે તેથી હું તેની સાથે કોર્ટમાં ગઇ. તેણે જે કાંઈ કહ્યું તે મેં કર્યું. તે મને તે તાવીઝથી નિયંત્રિત કરી રહ્યો હતો. “
તેમના મિત્રોએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું કે બંને થોડા સમય પછી લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તેઓ ડરી ગયા હતા. “તેઓ લાંબા સમયથી સાથે હતા. આ પહેલા કોઈ ઇસ્લામમાં ધર્મ પરિવર્તનની વાત નહોતી થઈ, આવો કોઈ આરોપ ન હતો.” આઝાદની માતા અસ્મા કહે છે કે તેને તેના પુત્રના ૧૮ વર્ષીય સાથે લગ્ન કરવાના ઈરાદાની ૩૦ નવેમ્બરના રોજ જ ખબર પડી. અસ્માએ કહ્યું, “અમે છોકરીના માતા-પિતાને એકવાર સંદેશ પણ મોકલ્યો હતો કે તેણીએ મારા પુત્રને ન મળવું જોઈએ તે માટે તેઓ તેને સમજાવે. પરંતુ તેઓ મળતા રહ્યા.”
અસ્માએ ઉમેર્યું કે“એ કહેવું ખોટું છે કે મારા દીકરાએ તેને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું. તેઓ પ્રેમમાં હતા, તે જાણતી હતી કે તે શું કરે છે, હવે મારો પુત્ર, જે એકમાત્ર કમાણી કરનાર સભ્ય હતો તે જેલના સળિયાની પાછળ છે. કદાચ મારે જ તેને ઘરમાં કેદ કરીને રાખવો જોઈતો હતો.”
– અનન્યા ભારદ્વાજ (સૌ. : ધ પ્રિન્ટ.ઈન)