(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
આઇઆઇટી-જેઇઇ પ્રવેશ પરીક્ષાને વ્યાપકપણે ભારતની સૌથી પડકારજનક પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે જેમમાં દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ભાગ લે છે જેઓ તેને પાસ કરવા અને દેશભરની પ્રતિષ્ઠિત આઇઆઇટીમાંથી એકમાં સ્થાન મેળવવાની ઈચ્છા રાખે છે. તેમ છતાં પુણેના ચિરાગ ફલોર જેવા વિદ્યાર્થીઓ છે જેઓ પરીક્ષા પાસ કરવા છતાં આઇઆઇટીમાં પ્રવેશ ન લેવાનું પસંદ કર્યું. ૨૦૨૦માં જેઇઇ એડવાન્સ પરીક્ષામાં ટોચનો ક્રમ મેળવનાર ચિરાગ ફલોરે આઇઆઇટમાં પ્રવેશ છોડવાનું પસંદ કર્યું કારણ કે તેને યુનાઇટેડ સ્ટેટ્સની પ્રખ્યાત મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (એમઆઇટી)માં પહેલેથી જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ચિરાગ ફેલોરની શૈક્ષણિક સિદ્ધિઓમાં જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (જેઇઇ) એડવાન્સ્ડમાં ટોપ રેન્ક મેળવવો અને જેઇઇ મેઈન્સમાં સંપૂર્ણ ૧૦૦ પર્સન્ટાઈલ સ્કોર સામેલ છે. તેણે માર્ચ ૨૦૨૦માં એમઆઈટીમાં પ્રવેશ મેળવ્યો હતો પરંતુ કોવિડ-૧૯ લોકડાઉનને કારણે તે યુ.એસ.ની મુસાફરી કરી શક્યો ન હતો જેના કારણે તેને ભારતમાંથી ઓનલાઈન અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. મેં એમઆઇટીમાં પ્રવેશ મેળવ્યો છે અને હું તેની સાથે આગળ વધી રહ્યો છું. વર્ગો પહેલેથી જ શરૂ થઈ ગયા છે અને હું તેમાં ઑનલાઇન હાજરી આપી રહ્યો છું. મેં ચાર વર્ષથી આ પરીક્ષાઓ માટે તૈયારી કરી હતી તેથી હું પરીક્ષા આપવાનું છોડવા માંગતો ન હતો ફલોરને ટાંકીને પીટીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ચિરાગે જેઇઇ એડવાન્સ્ડમાં ૩૯૬માંથી ૩૫૨ માર્કસ મેળવ્યા હતા. જેઇઇ પરીક્ષા એમઆઈટીની પરીક્ષા કરતાં વધુ પડકારજનક હતી. તેણે મને આત્મવિશ્વાસનું સંપૂર્ણ નવું સ્તર આપ્યું છે. હું રાત્રે એમઆઈટી ક્લાસમાં ઓનલાઈન હાજરી આપતો હતો અને પછી દિવસ દરમિયાન આઈઆઈટી પરીક્ષાની તૈયારી કરતો હતો ફલોરે સમજાવ્યું. ૨૦૧૯ ફલોરે એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (આઇઓએએ) પર ૧૩મા ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ૨૦૧૯માં અમેરિકન ગણિત સ્પર્ધામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું.