ધોરણ-૩ અને ૬ સિવાયના બાકી તમામ ધોરણમાં હાલના પુસ્તકો જ અભ્યાસક્રમમાં રહેશે
ધોરણ-૬ના વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ અને ધોરણ-૩ માટે માર્ગદર્શિકા પણ અપાશે
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૪
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) સંલગ્ન સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રથી ધોરણ-૩ અને ૬ના નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી તે અમલમાં આવશે. જોકે, ધોરણ-૩ અને ૬ સિવાયના બાકીના તમામ ધોરણમાં હાલમાં જે પુસ્તકો અમલમાં છે તે જ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ નવો અભ્યાસક્રમ સરળતાથી સમજી શકે તે માટે ધોરણ-૬ના વિદ્યાર્થીઓ માટે બ્રિજ કોર્સ અને ધોરણ-૩ના વિદ્યાર્થીઓ માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી ઝ્રમ્જીઈ બોર્ડ દ્વારા ધોરણ-૩ અને ધોરણ-૬ માટે નવા પાઠ્ય પુસ્તકો અમલમાં લાવવામાં આવશે. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ CBSEને ૧૮ માર્ચ, ૨૦૨૪ના પત્ર દ્વારા જાણ કરી હતી કે, ગ્રેડ ૩ અને ૬ માટેનો નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો હાલમાં તૈયાર થઈ રહ્યા છે. જેથી શાળાઓએ હવે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪થી દ્ગઝ્રઈઇ્ દ્વારા પ્રકાશિત જૂના પાઠયપુસ્તકોની જગ્યાએ ધોરણ-૩ અને ૬ માટે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો રહેશે. ઉપરાંત ધોરણ-૬ માટે એક બ્રિજ કોર્સ અને ધોરણ-૩ માટે સંક્ષિપ્ત માર્ગદર્શિકા દ્વારા વિકસાવવામાં આવી રહી છે. NCERT બોર્ડ દ્વારા સ્કૂલોના આચાર્ય અને શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડીંગ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં તેમને નવી શિક્ષણનિતી અંતર્ગત અભ્યાસની નવી રીતો અને તે અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર દેશમાં આવેલી CBSCસ્કૂલોમાં ૧ એપ્રિલ, ૨૦૨૪થી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો છે. જેમાં ધોરણ-૩ અને ધોરણ-૬માં નવા પાઠ્ય પુસ્તકો અમલમાં આવશે. પરંતુ તે સિવાયના અન્ય તમામ વર્ગો માટે અભ્યાસક્રમ અને પાઠ્ય પુસ્તકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. બોર્ડ દ્વારા શાળાઓને સુચન કરવામાં આવ્યું હતું કે, બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ અભ્યાસક્રમને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી પહોંચાડવામાં આવે.