Education

અમદાવાદ અને ગાંધીનગરમાં છે રાષ્ટ્રીય સ્તરની એકથી એક ચડિયાતી યુનિવર્સિટીઓ, ખોલો ઉજ્જવળ કારકિર્દીના દ્વાર

મિત્રો જો હું તમને ગુજરાતમાં જ અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલી એવી ખ્યાતનામ સંસ્થાઓના પરિચય કરાવું કે જ્યાં પ્રવેશ મેળવવો તે જ એક ગર્વની વાત છે, બીજું કે ગુજરાત બહારના લોકો અહીં પ્રવેશ મેળવવા માટે પુષ્કળ મહેનત કરતા હોય છે અને અહીં અભ્યાસ કર્યા પછી વિદેશ સેટલ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. પાછલા દસથી પંદર વર્ષમાં અત્રે એવી એવી સંસ્થાઓ બની છે કે દરેક પ્રકારના શિક્ષણ એટલે કે સ્પોર્ટસથી લઇને સ્પેસ સુધીના તમે મેળવી શકો છો. વિશાળ કેમ્પસ, સારામાં સારી હોસ્ટેલ વ્યવસ્થા, ફૂડ, સમૃદ્ધ લાઇબ્રેરી અને માળખાકીય સુવિધાયુક્ત આ સંસ્થાઓ એવી છે કે ઘણા વિદ્યાર્થીઓને તો ઘરની પણ યાદ નથી આવતી અને એક ધ્યેય લઇને અહીં અભ્યાસમાં પ્રવૃત્ત થઇ જાય છે.

લેખાંક -૧
મિત્રો હવે ટૂંક સમયમાં જ ધોરણ-૧૨ના પરિણામો આવશે અને શાળાકીય શિક્ષણ પૂર્ણ કરીને કારકિર્દીનો સૌથી મહત્ત્વનો અને ગંભીર વળાંક એટલે કે કોલેજનું શિક્ષણ શરૂ થશે ત્યારે દરેક વિદ્યાર્થીઓ એક આશા અને અરમાનો સાથે પોતાના રસના વિષયમાં આગળ અભ્યાસ કરતા હોય છે. ઉચ્ચ કારકિર્દી બનાવીને નામ અને દામ બનાવે તેવા સપના જોતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત બહાર કે પછી દેશ બહાર અભ્યાસ કરીને ત્યાં સેટલ થવા માટે ઇચ્છતા હોય છે. મુખ્ય ધ્યેય એવો હોય છે કે સારું શિક્ષણ મળે અને પછી વિદેશમાં સેટલ થઇને સારી લાઇફ સ્ટાઇલ જીવી શકાય. પરંતુ મિત્રો જો હું તમને ગુજરાતમાં જ અને ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર ખાતે આવેલી એવી ખ્યાતનામ સંસ્થાઓના પરિચય કરાવું કે જ્યાં પ્રવેશ મેળવવો તે જ એક ગર્વની વાત છે, બીજું કે ગુજરાત બહારના લોકો અહિં પ્રવેશ મેળવવા માટે પુષ્કળ મહેનત કરતા હોય છે અને અહિં અભ્યાસ કર્યા પછી વિદેશ સેટલ થવાના પણ ચાન્સીસ વધી જાય છે.
મિત્રો બીજી અગત્યની વાત જણાવું કે, પાછલા દસથી પંદર વર્ષમાં અત્રે એવી એવી સંસ્થાઓ બની છે કે દરેક પ્રકારના શિક્ષણ એટલે કે સ્પોર્ટસથી લઇને સ્પેસ સુધીના તમે મેળવી શકો છો. વિશાળ કેમ્પસ, સારામાં સારી હોસ્ટેલ વ્યવસ્થા, ફુડ, સમૃદ્ધ લાઇબ્રેરી અને માળખાકીય સુવિધાયુક્ત આ સંસ્થાઓ એવી છે કે ઘણા વિદ્યાર્થીઓને તો ઘરની પણ યાદ નથી આવતી અને એક ધ્યેય લઇને અહિ અભ્યાસમાં પ્રવૃત્ત થઇ જાય છે. તો ચાલો આજે તમને અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી પ્રિમિયમ શૈક્ષણિક સંસ્થાઓનો પરિયય કરાવું. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે ધ્યેય રાખવો અને જો ના મળે તો જ બીજી સંસ્થા તરફ જોવું. કારણ કે અહિની કેટલીક સંસ્થાઓમાં પ્રવેશ મળે એટલે સમજી લો બેડો પાર થઇ ગયો. ચાલો વધુ વિગતો લેખના આગામી ભાગમાં જાણીએ.
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (આઇઆઇએમ-એ)
આઇઆઇએમ-એ આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ મેનેજમેન્ટ સંસ્થા છે. એટલે કે જો તમે મેનેજમેન્ટ ક્ષેત્રે ટોચની કારકિર્દી બનાવવા માગતા હોવ તો આના જેવી ઉત્તમ સંસ્થા ગુજરાતમાં ક્યાંય નથી. અરે દેશમાં ટોચની મેનેજમેન્ટ સ્કૂલ તરીકે પ્રખ્યાત છે. તેના પાસ આઉટ સ્ટુડન્ટસ આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં ટોચના હોદ્દા ઉપર હોય છે. એટલું જ નહિ વિદેશમાં સ્થાયી થઇને ખૂબ નામ અને દામ મેળવે છે. અહિં અલગ-અલગ પ્રકારના મેનેજમેન્ટના કોર્ષ થાય છે. આથી જો તમે મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી આ સંસ્થાની મુલાકાત લઇ લેવી.
દેશમાં ટોપના મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ અને તે ક્ષેત્રમાં સંશોધનો કરવા માટે ભારતમાં સૌ પ્રથમ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ કોલકતા ખાતે વર્ષ ૧૯૬૦માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૬૧માં અમદાવાદ અને પછીના વર્ષોમાં બેંગ્લોર, લખનૌ, કોઝીકોડ અને ઇંદોર ખાતે આ સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી. હાલમાં દેશના કુલ અનેક શહેરોમાં આઇઆઇએમ છે. દેશના ટોચની કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય કંપનીના મેનેજરો, સીઇઓ, પ્રેસિડેન્ટ કક્ષાના યુવાનો અને યુવતી આઇઆઇએમમાંથી અભ્યાસ કરેલા હોય છે. માત્ર દેશ જ નહિ પરંતુ આતરાષ્ટ્રીય દૃષ્ટિઓ પણ તેઓની જબરજસ્ત ડિમાન્ડ હોય છે. દેશની કોઇપણ આઇઆઇએમ સ્વાયત્ત સંસ્થાઓ છે અને સરકારનો ચંચુપાત હોતો નથી. વિશ્વના શ્રેષ્ઠ નિષ્ણાતો દ્વારા અહિં અભ્યાસ કરાવવામાં આવે.
જો અમદાવાદના આઇઆઇએમની વાત કરીએ તો તેની સ્થાપના અંતરિક્ષ વિજ્ઞાની ડો. વિક્રમ સારાભાઇ અને ઉદ્યોગપતિ કસ્તુરભાઇ લાલભાઇના પ્રયાસોના કારણે કરવામાં આવી હતી. હાલ વસ્ત્રાપુર ખાતે તેના બે કેમ્પસ આવેલા છે. મહાનુભાવોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, જાણિતા ક્રિકેટ કોમેન્ટેટર હર્ષ ભોગલે, જાણિતા લેખક કે જેમના પુસ્તકો પરથી ‘ ટુ સ્ટેટ્‌સ’ જેવી ફિલ્મો બની હતી તેવા ચેતન ભગત, દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયન સહિતના ચહેરાઓનો સમાવેશ થાય છે. અહિં સ્નાતકોત્તર કે જેને માસ્ટર ડિગ્રી કહેવાય છે તેવા, ડોક્ટરેટના અને એક્ઝીક્યુટીવ કક્ષાના અનેક અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે. રાષ્ટીય સ્તરે પ્રવેશ પરીક્ષા આપવી પડે છે જેનું નામ છે ર્ઝ્રદ્બર્દ્બહ છઙ્ઘદ્બૈજર્જૈહ ્‌ીજં (ઝ્રછ્‌).
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન (દ્ગૈંડ્ઢ)
અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ટાગોર હોલની સામે આવેલી સંસ્થા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન એટલે કે એનઆઇડી વિશ્વની ટોચની ડિઝાઇન વિશે જ્ઞાન આપતી શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક છે અને તેમાં પ્રવેશ મેળવવો તે ગર્વ અને ગૌરવની વાત છે. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૬૧માં કરવામાં આવી હતી. અહિં બેચલર ઓફ ડિઝાઇન, માસ્ટર ઓફ ડિઝાઇન સહિતના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબા ગાળાના અને ટૂંકાગાળાના અનેક કોર્ષ ચલાવવામાં આવે છે. જેમાં અભ્યાસ કરનાર વિશ્વના ટોચના ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર થાય છે.
કોઇપણ જાતની રચનાત્મક ડિઝાઇન પછી તે કોઇ વસ્તુની હોય, ફર્નિચરની હોય તેની પાછળ એનઆઇડીમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનું ભેજુ હોઇ શકે છે. અલગ-અલગ ૨૦ પ્રકારની ડિઝાઇનના વિષયો ઉપર અહિં શિક્ષણ આપવામાં આવે છે. જેમાં કાપડ અને પોશાકની ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન, ફિલ્મ અને વિડીયો કોમ્યુનિકેશન, સીરામીક અને ગ્લાસ ડિઝાઇન, ફર્નિચર અને ઇન્ટીરીયર ડિઝાઇન, ગ્રાફિક ડિઝાઇન, ડીજીટલ ગેમ ડિઝાઇન, ઇન્ફોર્મેશન ડિઝાઇન અને પ્રોડક્ટ ડિઝાઇનનો સમાવેશ થાય છે.
ઉદાહરણ આપું કે કોઇ મોટી સંસ્થાની બિલ્ડીંગનું ઇન્ટીરીયર ડિઝાઇન કે કોઇ પ્રખ્યાત કંપનીનો લોગો કે જે ચોક્કસ સંદેશ આપતો હોય અથવા તો આપણા ચલણી સિક્કાઓ અને નોટોની ડિઝાઇન પાછળ એનઆઇડીના વિદ્યાર્થીઓનું ભેજું હોય છે. લોકોનું જીવન ધોરણ સરળ બને, સ્ટાઇલીશ લાગે અને સાંપ્રત સમયમાં ઉપયોગી હોય તેવી દરેક ક્ષેત્રની ડિઝાઇનોનું જ્ઞાન એનઆઇડી ખાતે આપવામાં આવે છે. અહિં ભણેલા વિદ્યાર્થીઓને તોતીંગ પગારની નોકરી મળે છે અને ઘણાં તો સીધો જ વ્યવસાય ચાલું કરીને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર ખાતે તેનું કેમ્પસ છે. આ ઉપરાંત કર્ણાટકમાં બેંગ્લોર, આંધ્ર પ્રદેશમાં વિજયવાડા અને હરિણામાં કુરુક્ષેત્ર ખાતે એનાઇડી છે. અહિ પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરે પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે છે તેનું નામ છે ડિઝાઇન એપ્ટીટ્યુટ ટેસ્ટ (ડેટ) આપવાની રહે છે અને મેરીટના આધારે પ્રવેશ મળે છે.
સેપ્ટ યુનિવર્સિટી (સેપ્ટ)
સેપ્ટ યુનિવર્સિટી પહેલા ઝ્રીહીંિ ર્હ્લિ ઈહદૃૈર્િહદ્બીહં ટ્ઠહઙ્ઘ ઁઙ્મટ્ઠહહૈહખ્ત તરીકે ઓળખાતી હતી અને અમદાવાદમાં ગુજરાત યુનિટવર્સિટી નજીક તેનું કેમ્પસ આવેલું છે. અહિં તમને આર્કિટેક્ચર અને બિલ્ડીંગ ડિઝાઇનના ઉત્તમમાં ઉત્તમ અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે અને અહિં એડમિશન મળી ગયું એટલે સમજો કે તમે ટોચના આર્કીટેક્ટસમાં ગણના પામશો. અહિં તમને માનવ વસાહતો અને જાહેર સ્થળોનું બાંધકામ, આયોજન, ડિઝાઇન અને મેનેજમેન્ટ શીખવવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ, બિલ્ડીંગ, તેની અંદરની સુવિધાઓ બાબતના સંશોધન અને પ્રોજેક્ટસ હાથ ઉપર લેવામાં આવે છે. સેપ્ટ દ્વારા બાંધકામ ક્ષેત્રમાં સલાહ પણ આપવામાં આવે છે.
સેપ્ટમાં કુલ પાંચ ફેકલ્ટીઝ છે. સ્કૂલ ઓફ આર્કીટેક્ચરની સ્થાપના ૧૯૬૨માં કરવામાં આવી હતી તેમાં ખાનગી ક્ષેત્રની ઇમારતો બાબતે શિક્ષણ અપાય છે. ફેકલ્ટી ઓફ પ્લાનીંગની સ્થાપના ૧૯૭૨માં કરાઇ હતી અને તેમાં જાહેર ક્ષેત્ર વિશે શિક્ષણ અપાય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજીમાં ઇજનેરી અને બાંધકામ કૌશલ્ય બાબતે અભ્યાસ કરવામાં આવે છે, ફેકલ્ટી ઓફ ડિઝાઇનમાં ઇન્ટીરીયર ડિઝાઇન વિશે કૌશલ્ય પ્રાપ્ત કરાવે છે જ્યારે આખરે ૨૦૧૩માં શરૂ થયેલી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટમાં વસાહતો અને પ્રોડેક્ટનું મેનેજમેન્ટ કરવાની બાબતોનું શિક્ષણ આપે છે. આર્કિટેક્ચર અને ઇન્ટિરીયર ડિઝાઇનનો વ્યવસાય એવો છે કે ક્યારે બંધ થવાનો નહિ અને તમે નોકરી કરે કે વ્યવસાય તમને કરોડોની કમાણી કરી આપે છે. સમાજમાં તેઓનું ચોક્કસ સ્થાન અને મોભો હોય છે. ઇમારતો સ્થાવર હોય છે અને વર્ષોના વર્ષો સુધી તેનું અસ્તિત્વ હોવાથી કોઇપણ બાંધકાના પ્રોજેક્ટમાં તમારું નામ પેઢીઓ સુધી સંકળાયેલું રહે છે. ઉપર જણાવેલી તમામ ફેકલ્ટીઝમાં તમને સ્નાતક અને અનુસ્તાનક તેમજ ડોક્ટરેટ સ્તરના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવે છે તેમાં પ્રવેશ માટે સેપ્ટ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહે છે. ત્યારબાદ મેરિટના આધારે પ્રવેશ મળે છે. વધુ વિગતો માટે સેપ્ટની વેબસાઇટ ઉપર નજર કરી લેવી.
મિત્રો આ હતી અમદાવાદમાં સ્થિત સંસ્થાઓની વાત પરંતુ અમદાવાદ -ગાંધીનગર રોડ ઉપર ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ કે જે તમને હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં નિષ્ણાત બનાવે છે અને તમે સેલિબ્રિટી શેફ બની શકો છો. અમદાવાદ -સાણંદ રોડ ઉપર માઇકા નામની સંસ્થા છે કે જ્યાં તમે એડવર્ટાઇઝીંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રમાં નિષ્ણાત બની શકો છો. આ ઉપરાંત ગાંધીનગર ખાતે આવેલી પીડીઇયુ, ડીએઆઇઆઇસીટી, આઇઆઇટી-ગાંધીનગર, એનઆઇએફટી-ગાંધીનગર, કૌટિલ્ય ધ સ્કીલ યુનિવર્સિટી, મેરિટાઇમ યુનિવર્સિટી, સ્વર્ણીમ સ્પોર્ટસ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી વગેરે છે. તેનો પરિચય આગલા લેખાંકમાં આપીશું. તો મળીએ ત્યારે આવતા રવિવારે.