બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદના ૧૦૦થી વધુ લોકો GTB એન્ક્લેવ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા, આ ટોળું એટલા માટે ભેગું થયું હતું કે, પોલીસ સ્ટેશનની અંદર ખ્રિસ્તી સમુદાયના સભ્યો રવિવાર ૨૦ ઓગસ્ટના રોજ બપોરથી આ જૂથ વિરુદ્ધ પ્રથમ માહિતી અહેવાલ (FIR) દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદના ૧૦૦થી વધુ લોકો GTB એન્ક્લેવ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા, ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. આ ટોળું એટલા માટે ભેગું થયું હતું કે, પોલીસ સ્ટેશનની અંદર, ખ્રિસ્તી સમુદાયના સભ્યો રવિવાર ૨૦ ઓગસ્ટના રોજ બપોરથી આ જૂથ વિરુદ્ધ પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, પ્રાર્થના કરતી વખતે બજરંગ દળના સભ્યો દ્વારા તેમની પર લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો. એક અનામી ખ્રિસ્તી વ્યક્તિએ કહ્યું કે, દર રવિવારે જ્યારે અમે ચર્ચમાં પ્રાર્થના કરવા ભેગા થઈએ છીએ, ત્યારે અમે હુમલો થવાના ડરથી પ્રાર્થના કરીએ છીએ. જૂથના કેટલાક સભ્યો પોલીસ સ્ટેશનની અંદર પણ હાજર હતા, જ્યાં તેઓ ‘જય શ્રી રામ’ બોલતા રહ્યા હતા. સવારે ૧૦ઃ૩૦ અથવા ૧૧ વાગ્યાની આસપાસ લોકો તાહિરપુર વિસ્તારમાં સિયોનપ્રથન ભવનની અંદર પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે અચાનક, સ્પીકર સાથે કેટલાક લોકો ભવનમાં પ્રવેશ્યા હતા. આ વક્તાઓ ‘હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે, જય શ્રી રામ.’ (‘આપણે હિંદુ રાષ્ટ્ર બનાવીશું, ભગવાન રામની જય’) બોલી રહ્યા હતા. આ પ્રાર્થના દરમિયાન હાજર એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, તેઓ પરવાનગી વિના ભવનમાં પ્રવેશ્યા અને અમને પ્રાર્થના બંધ કરવા કહ્યું અને તેમણે દાવો કર્યો કે, દેશ બદલાઈ ગયો છે હવે તે બિનસાંપ્રદાયિક નથી અને નિયમો બદલાઈ ગયા છે. મદદ માટે પોલીસ સ્ટેશન પહોંચેલા પ્રથમ વ્યક્તિઓમાં શિવમ પણ હતો. ખ્રિસ્તી સમુદાયના ઘણા લોકોએ ધ વાયરને પુષ્ટિ આપી છે કે, જે ટોળું પરવાનગી વિના ભવનમાં પ્રવેશ્યું હતું તે તલવારો અને લાકડીઓથી સજ્જ હતું અને તેઓએ બાઇબલ પણ ફાડી નાંખ્યું હતું. શિવમે કહ્યું કે, તેઓએ અમારા પર લાકડીઓ વડે હુમલો કર્યો અને ઘણા લોકો ઘાયલ થયા. તેમાં ઘણી સ્ત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી એક શિવમની બહેન છે, જેને પણ ઈજા થઈ હતી. ત્રણ મહિલાઓએ દાવો કર્યો છે કે, તેમને બજરંગ દળ જૂથ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેના સભ્યોએ તેમના કપડા ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ધ વાયરને ચર્ચનો એક વીડિયો મળ્યો છે જેમાં ઈમારતની અંદર બાઈબલ અને ઈશુની છબિઓના વિનાશ સહિતનું વ્યાપક નુકસાન દર્શાવવામાં આવ્યું છે. ધ વાયરે પોલીસ સ્ટેશનની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી રહેલા ટોળાની મુલાકાત પણ લીધી હતી. તેમણે કહ્યું કે, તેઓ હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં શા માટે પ્રાર્થના કરી રહ્યા હતા ? અમારો તહેવાર, રક્ષાબંધન, થોડા દિવસોમાં આવી રહ્યો છે અને અમે અમારા વિસ્તારમાં ધર્માંતરણની પ્રાર્થનાને મંજૂરી આપીશું નહીં. તેમણે દાવો કર્યો કે, તેઓએ પહેલા અમારા પર હુમલો કર્યો અને તેઓ ધર્માંતરણનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને અમે મંજૂરી આપીશું નહીં.’ પાદરી સતપાલભાટીએ કહ્યું કે, હું શું કહી શકું ? જ્યારે આ દેશના લોકો પોતાની ભૂમિ પર સુરક્ષિત નથી, અમે ૧૩ વર્ષથી અહીં પ્રાર્થના કરી રહ્યા છીએ અને આજે આપણે જે પરિસ્થિતિનો સામનો કર્યો છે તેવો મને ક્યારેય સામનો કરવો પડ્યો નથી. ખ્રિસ્તી સમુદાય સતત ભયમાં જીવે છે. અત્યાર સુધીમાં આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી નથી અને સમુદાય આજે સવારથી જ એફઆઈઆર દાખલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. યુનાઈટેડ ક્રિશ્ચિયન ફોરમ (યુસીએફ) દ્વારા પ્રકાશિત કરાયેલા અહેવાલમાં ૨૦૧૪થી ખ્રિસ્તીઓ પરના હુમલામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. તેમના અહેવાલ મુજબ, ૨૦૧૪માં ચર્ચો પર ૧૪૭ હુમલા થયા હતા અને લગભગ દર વર્ષે આ સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે. ગયા વર્ષે ખ્રિસ્તીઓ સામે ૫૯૯ હુમલા થયા હતા અને ૨૦૨૩ના પ્રથમ ૧૯૦ દિવસમાં ૪૦૦ હુમલા નોંધાયા હતા. ેંઝ્રહ્લ રિપોર્ટ એ પણ સૂચવે છે કે, ૨૦૨૩માં ૨૩ રાજ્યોમાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસા થઈ છે, જેમાં ઉત્તરપ્રદેશ ૧૫૫ ઘટનાઓ સાથે અગ્રેસર છે, જ્યારે છત્તીસગઢ ૮૪ ઘટનાઓ સાથે બીજા ક્રમે છે. મોદી સરકાર ૨૦૨૪ની ચૂંટણી પહેલા સ્થાનિક રાજકીય લાભ મેળવવા માટે ભારતને કહેવાતા ‘લોકશાહીની માતા’ તરીકે ઓળખાવવા અને જી-૨૦ સમિટ અને તેની સાથે સંબંધિત ઘટનાઓ પર ધ્યાન આપી રહી છે. મણિપુરમાં વંશીય લઘુમતી કુકી સમુદાય અને મેવાતમાં મુસ્લિમો વિરુદ્ધ હિંસાને નિયંત્રિત કરવામાં તેની નિષ્ફળતા પછી, લઘુમતી પૂજા સ્થાનો પરના આવા હુમલાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પણ આવી ઘટનાઓને નિયંત્રિત કરવામાં સરકારની અસમર્થતા અથવા અનિચ્છા દર્શાવે છે. ભારતની રોટેશનલ પ્રેસિડેન્સી હેઠળ આગામી જી-૨૦ સમિટને કારણે વૈશ્વિક ધ્યાન દિલ્હી પર હોવાથી, ધાર્મિક લઘુમતીઓ સાથે લોકતાંત્રિક પીછેહઠ અને દુર્વ્યવહાર પર મોદી સરકારના રેકોર્ડમાં આવી ઘટનાઓ વધુ મહત્ત્વ ધરાવે છે. દરમિયાન દિલ્હીના જંતરમંતર રોડ પર હિંદુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ નૂહ હિંસાના વિરોધમાં આયોજિત મહાપંચાયતમાં કહ્યું હતું કે, ભારત ૧૯૪૭માં ધર્મના આધારે વિભાજિત થયું હતું પરંતુ જ્યાં સુધી આ દેશમાં એક પણ મુસ્લિમ રહે છે ત્યાં સુધી વિભાજન અધૂરૂં રહેશે.