International

હમાસે ‘ગાઝાના બાળકોની હત્યાનો બદલો’ લેવા સંભવિતલક્ષ્યો તરીકે ઇઝરાયેલી સૈનિકોની યાદી તૈયાર કરી

(એજન્સી) તા.૨૬
પેલેસ્ટીની ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ હમાસે ૨૦૦૦થી વધુ ઇઝરાયેલી સૈનિકોના નામ અને અન્ય માહિતીની વિગતવાર યાદી બનાવી છે, જેમાં ‘ગાઝાના બાળકો’ની હત્યાનો ‘બદલો’ લેવા માટે સંભવિત લક્ષ્યોની સૂચિ હોવાનું જણાય છે. હારેટ્‌ઝના અહેવાલ મુજબ વિગતવાર બનાવેલ યાદીમાં સૈનિકોની આઈડી, ફોન નંબર, બેંક વિગતો, વાહનની લાઇસન્સ પ્લેટ અને કેટલાક કિસ્સાઓમાં પાસવર્ડ પણ સામેલ છે. ઇઝરાયેલી અખબારે આને રંગભેદ કરનાર રાજ્ય માટે ‘સાયબર નાઇટમેર’ તરીકે વર્ણવ્યું છે. આ ડોઝિયર (યાદી), જે ૨૦૦થી વધુ પાનાનું હોઈ શકે છે. આ યાદીને ૭ ઓકટોબર પછી સોશિયલ મીડિયા સ્ક્રેપિંગ અને જાહેર ડેટાબેસેસમાંથી લીક થયેલા ડેટા સહિત વિવિધ સ્રોતોમાંથી માહિતીનો ઉપયોગ કરીને સંકલિત કરવામાં આવ્યુ છે. રિપોર્ટનો હેતુ કવર પેજ પર સ્પષ્ટપણે દેખાય છે : જેમાં લખ્યું છે કે, ‘ગાઝાના બાળકોના હત્યારાઓ (વિરુદ્ધ) બદલો લેવો.’ ૭ ઓકટોબરથી ઇઝરાયેલી સેના દ્વારા ગાઝામાં ૧૪,૦૦૦થી વધુ પેલેસ્ટીની બાળકોની હત્યા કરવામાં આવી છે. આ સંખ્યા તમામ વૈશ્વિક સંઘર્ષોના સંયુક્ત રીતે ચાર વર્ષમાં માર્યા ગયેલા બાળકોની સંખ્યાને વટાવી ગઈ છે. બ્રિટિશ મેડિકલ જર્નલ ધ લેન્સેટ અનુસાર પેલેસ્ટીનીઓના મૃત્યુની સાચી સંખ્યા ૧,૮૬,૦૦૦થી વધુ હોઈ શકે છે. અહેવાલો ઓટોમેટિક પ્રોફાઈલિંગ ટૂલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા જે ઓપન સોર્સીસ ર્(ંજીૈંદ્ગ્‌)માંથી ગુપ્ત માહિતીને સંકલિત કરે છે, જે હમાસ દ્વારા સંવેદનશીલ માહિતી ભેગી કરવા અને ગોઠવવા માટે અત્યાધુનિક પદ્ધતિઓનું નિદર્શન કરે છે. માનવામાં આવે છે કે, હેકિંગ ઓપરેશનમાં ઈરાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેના કારણે ડેટાનો ભંગ થયો હતો. ટેલિમેટ્રી ડેટા લેબ્સના સહ-સ્થાપક એરી બેન એમે જણાવ્યું હતું કે, ‘સંકલિત રીતે આ ઓપરેશનને જોતાં તમામ ચિહ્‌નો ઈરાન તરફ નિર્દેશ કરશે.’ ‘ઉચ્ચ ઓપરેશનલ ટેમ્પો સાથે હેક-એન્ડ-લીક્સ હાથ ધરવાનો અને હાક કરનારાઓને ફ્રન્ટ જૂથો દ્વારા તેમને વિસ્તૃત કરવાનો ઈરાનનો સમૃદ્ધ ઇતિહાસ છે.’ આ અહેવાલો ઓનલાઈન લીક થયા અને આંતરરાષ્ટ્રીય તપાસકર્તા પત્રકારોના જૂથ સાથે શેર કરવામાં આવ્યા ત્યારે આ અહેવાલોનું અસ્તિત્વ જાણવા મળ્યું હતું. એક ઇઝરાયેલી સુરક્ષા સ્ત્રોતે હારેટ્‌ઝને પુષ્ટિ આપી હતી કે, આ રિપોર્ટ ખરેખર હમાસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને દાવો કર્યો હતો કે, તેઓ ‘સમસ્યાજનક અને અસ્વસ્થતા પેદા કરી શકે છે, પરંતુ સૈનિકો અથવા ઇઝરાયેલ માટે (ખતરનાક નથી).’ કર્નલ ડૉ.ગેબી સિબોની સાયબર યુદ્ધના નિષ્ણાત, સુરક્ષા સ્ત્રોતના મૂલ્યાંકન સાથે અસંમત હતા. તેમણે જણાવ્યું કે, ‘હમાસ, ઈરાન અને હિઝબુલ્લાહ શક્ય તેટલી વધુ માહિતી મેળવવા માંગે છે. ઇઝરાયેલમાં જનતા સતત પ્રભાવિત કામગીરી માટે ચાલુ રહે છે અને જો ચોક્કસ લોકોને નિશાન બનાવી શકાય, તો તે વધુ જોખમી છે.’ કેટલાક ઇઝરાયેલી સૈનિકોને પહેલાથી જ અહેવાલોના અસ્તિત્વ વિશે ચેતવણી આપવામાં આવી છે, જે દર્શાવે છે કે, ઇઝરાયેલી સત્તાવાળાઓ ધમકીને ગંભીરતાથી લઈ રહ્યા છે. ઇઝરાયેલી સૈન્યએ સ્વીકાર્યું છે કે, તે ઘણા મહિનાઓથી આ માહિતીથી વાકેફ હતા. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ જણાવ્યું કે, ‘ૈંડ્ઢહ્લ તમામ મેદાનો પર હમાસ આતંકવાદી (જૈષ્ઠ) સંગઠન વિરુદ્ધ કાર્ય કરી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં હમાસ દ્વારા ૈંડ્ઢહ્લ અને તેના સૈનિકો પર માહિતી એકત્રિત કરવાના ઘણા પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે.’ માત્ર ઇઝરાયેલ અને તેના નજીકના સાથીઓએ હમાસને આતંકવાદી જૂથ તરીકે સૂચિબદ્ધ કર્યા છે. આ સંવેદનશીલ માહિતીના પ્રસારમાં ડાર્ક વેબે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે, આ રિપોર્ટ હેકર પ્લેટફોર્મ ગણાતા ડાર્ક વેબ પર ઓછામાં ઓછા ગયા વર્ષે ડિસેમ્બરથી ઉપલબ્ધ છે. આ ડોઝિયર્સનું સંકલન અગાઉના ડેટા ભંગ અને હેક થયેલ માહિતી પર ભારે આધાર રાખતો હોય તેવું લાગે છે. દાખલા તરીકે કેટલીક માહિતી મે મહિનામાં એટીડ કોલેજ પર થયેલા હેકિંગ હુમલામાંથી આવી હોવાનું માનવામાં આવે છે, જે ઈરાનીઓને કારણે થઈ હતી. અન્ય ડેટા શર્બિટ વીમા કંપનીના ૨૦૨૦ હેકમાંથી ઉદ્‌ભવ્યો હોઈ શકે છે, તે પણ ઈરાન સાથે પણ જોડાયેલ છે. બેન એમે આ ઓપરેશનની પ્રકૃતિ પર વધુ ટિપ્પણી કરતા કહ્યું કે, આ ‘પરસેપ્શન હેકિંગ’ના કેસ છે. તેમણે સમજાવ્યું કે, આમાં ‘લક્ષિત વસ્તીમાં ડર પેદા કરવા કરતાં તેને વધુ પ્રભાવશાળી દેખાડવા માટે નાનાપાયે હેક અને લીક અથવા અન્ય કામગીરીને વિસ્તૃત કરવામાં આવે છે.’ આ યુક્તિ વાસ્તવિક ડેટા ભંગની બહાર મનોવૈજ્ઞાનિક અસર ઊભી કરવા માટે સેવા આપે છે, જે સંભવિતપણે ઇઝરાયેલી સૈન્ય અને વ્યાપક સમાજમાં મનોબળ અને વિશ્વાસને અસર કરે છે. સંબંધિત મુદ્દામાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ગયા અઠવાડિયે ચુકાદો આપ્યો હતો કે, ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયેલનો લશ્કરી કબજો ગેરકાયદેસર છે. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પેલેસ્ટીનીઓને ‘સશસ્ત્ર સંઘર્ષ સહિત’ તમામ ઉપલબ્ધ માધ્યમો દ્વારા લશ્કરી કબજાનો પ્રતિકાર કરવાનો અધિકાર છે.

Related posts
International

બ્રિટનના પત્રકાર સંઘે ગાઝા પર ઇઝરાયેલના હવાઈહુમલામાં પાંચ પત્રકારોની હત્યાની ટીકા કરી

(એજન્સી) તા.૨૮બ્રિટિશ નેશનલ યુનિયન ઓફ…
Read more
International

અરબ લીગે અલ-અક્સા મસ્જિદ પરઇઝરાયેલના મંત્રીની ઘૂસણખોરીની નિંદા કરી

(એજન્સી) કૈરો, તા.૨૮અરબ લીગ (AL)ના…
Read more
International

બશર અસદના સંબંધીઓએ લેબેનોનથી બહાર જવાનો પ્રયાસ કરતાં ધરપકડ કરવામાં આવી

(એજન્સી) તા.૨૮સીરિયન રાષ્ટ્રપતિ બશર…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.