(એજન્સી) તા.૧૭
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુને ‘ઈેં અને ેંજી સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવેલ રાક્ષસ’ ગણાવ્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિએ નેતાન્યાહૂની સરખામણી નાઝી સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે કરી અને જણાવ્યું કે ઇઝરાયેલના વડાપ્રધાન હાલમાં જે કરી રહ્યા છે તે કરવાની હિટલરે પણ હિંમત કરી ન હોત. મદુરાએ લેબેનોનમાં યુએન પીસકીપીંગ ફોર્સીસને તેમના હોદ્દા પરથી ખસી જવાના નેતાન્યાહુના આદેશની ટીકા કરી, જણાવ્યું કે ઇઝરાયેલના વડાપ્રધાન પાસે સુરક્ષા પરિષદના આદેશ હેઠળ દક્ષિણ લેબેનોનમાં સ્થિત યુએન પીસકીપીંગ દળોને આદેશ આપવાની‘હિંમત’ છે. અગાઉ, માદુરોએ જણાવ્યું કે મધ્ય પૂર્વમાં જે થઈ રહ્યું છે તે ‘સંઘર્ષ નથી, પરંતુ પ્રદેશને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને યુરોપનો વસાહતી પ્રોજેક્ટ છે.’ ‘નેતાન્યાહુએ ગાઝામાં હોસ્પિટલો, શાળાઓ, મસ્જિદો અને શરણાર્થી શિબિરો પર બોમ્બમારો કર્યો. શું આ યુદ્ધ છે ? આ નરસંહાર છે,’ તેમણે ઉમેર્યું કે, ઇઝરાયેલે લેબનાનના હિઝબોલ્લા સેક્રેટરી જનરલ હસનને યુદ્ધવિરામ માટે સંમત થવાથી રોકવાનો પ્રયાસ કર્યો અને હમાસ રાજકીય બ્યુરો ચીફ ઈસ્માઈલ હાનીહની હત્યા કરવામાં આવી હતી.