હથિયારો બતાવનારા સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી નહીં
અમદાવાદ,તા.૧૪
દર વર્ષે તા.૧૪મી ઓગસ્ટે અખંડ ભારત રેલીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તેમ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા અખંડ ભારત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હથિયારો બતાવી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન વિરોધી
સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.
બજરંગ દળ દ્વારા અખંડ ભારત શૈલીનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના દરિયાપુરથી શાહપુર દરવાજા સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં ત્રિશુલ અને તલવારો બતાવીને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે
સરેઆમ હથિયારો બતાવીને બજરંગ દળના કાર્યકરો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોવા છતાં પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયા પણ હાજર રહ્યા હતા. આ સમગ્ર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.