હિસાબના દિવસે (ન્યાયના દિવસે) ત્રાજવામાં સૌથી વજનદાર વસ્તુ તમારૂં “સદવર્તન” હશે. (હદીસ બોધ)
બોધ વચન
ધર્મ વગરનું વિજ્ઞાન લૂલું છે, વિજ્ઞાન વગરનો ધર્મ અંધ છે.-આઈન્સ્ટાઈન
આજની આરસી
૨૮ ડિસેમ્બર શનિવાર ર૦૨૪
૨૫ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ તેરસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૪
ખત્મે ઝવાલ ૧૨-૪૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ગૂંગી હો ગઈ આજ જુબાં(ઝુબાં) કુછ કેહતે કેહતે,
હીચકીયા ગયા ખુદકો મુસલમાન કેહતે કેહતે
આજે પણ આ શેર લાગુ પડે છે. આપણે કુર્આન શરીફ અને હદીસનું પાલન કરતા નથી, પાંચ સમયની નમાઝ અદા કરતા નથી, ઈમાન સલામત નથી, પરહેજગારી, ફરજપરસ્તી, સદાચાર છોડી દીધા છે, પર્યાવરણનો નાશ કર્યો, નેક અને સેવાના કાર્યોથી દૂર થયા. મુસલમાન હોવાના ગુણોનો અભાવ હોવાથી મુસલમાન કહેવડાવતા શરમ આવે છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)