એ ઉચ્ચ પ્રકારની નેકી છે કે માનવી તેના પિતાના મિત્રોને મળે અને તેમની સાથે સદ્વ્યવહાર કરે. (હદીસ બોધ)
બોધ વચન
પ્રાર્થના કરીએ કે સફળતાને આપણે જીરવી શકીએ તે પહેલાં એ આવી પહોંચે નહીં. -આલ્બર્ટ હબ્બર્ડ
આજની આરસી
૨૯ ડિસેમ્બર રવિવાર ર૦૨૪
૨૬ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ ચૌદસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫પ
ખત્મે ઝવાલ ૧૨-૪૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
શિકાયત હૈ યા રબ ! ખુદાવંદ-એ-મકતબસે
સબક શાહીન બચ્ચોંકો દે રહે હૈં ખાકબાઝી કા
કવિ શિક્ષણ સંસ્થાઓ દ્વારા બાળકોને જીવનોપયોગી, સ્વનિર્ભર થવાની તાલીમ અપાતી નથી તેના પ્રત્યે ફરિયાદ કરે છે અને તેને શાહીન-બાજના બાળકોને આકાશમાં ખૂબ ઊંચે ઉડાન ભરી શકે તેવી તાલીમ આપવાને બદલે ધૂળમાં આળોટવાના કરતબ શિખવવા સમાન હોવાનું જણાવે છે.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)