(એજન્સી) વારાણસી, તા.૧૦
૯ ગોરખા રાઈફલ્સના ર૦૦માં સ્થાપના દિવસ સમારોહ પર બનારસ ગયેલા સેનાધ્યક્ષ બિપિન રાવતે શુક્રવારે કહ્યુંં કે સેના પાસે હથિયારોની કોઈ અછત નથી. હવે આપણે તેને અપગ્રેડ થતી ટેકનોલોજીના હિસાબે વધુ આધુનિક બનાવવાના છે. આપણી સેના દરેક પ્રકારે દુશ્મનોનો સામનો કરવા અને તેમને જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દેશના કોઈપણ નાગરિકને કોઈપણ પ્રકારના હુમલાથી ડરવાની જરૂર નથી. અગાઉ સેનાધ્યક્ષ બિપિન રાવતે પત્ની મધુલિકા રાવત સાથે બાબા વિશ્વનાથના દર્શન કર્યા. તેમણે કહ્યું કે તેમણે મંદિરમાં દર્શન કરીને સીમા પર તૈનાત જવાનોની સુરક્ષા માટે પ્રાર્થના કરી. સેનાના જવાનોના બચાવ અને સુરક્ષા માટે દુઆ માંગી છે. ફિલ્ડ માર્શલ કે.એમ.કરિયપ્પાને ભારત રત્ન આપવા સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે અંતિમ નિર્ણય સરકાર લેશે. સેનાધ્યક્ષ ગુરૂવારે સ્થાપના દિવસ સમારોહ પર કર્નલ ઓફ ધ રેજિમેન્ટ લેફ. જનરલ અનિલકુમાર ભટ્ટ તથા મેજર જનરલ ડી.એ.ચતુર્વેદીએ વોર મેમોરિયલ પર પુષ્પ ચક્ર અર્પિત શહીદોને નમન કર્યું છે. આ દરમિયાન રેજિમેન્ટની આકર્ષક પરેડ સાથે મોટરસાયકલ પર ડેરડેવિલ્સે અનેક કરતબો પણ દેખાડ્યા. ૧૯૭૧ના યુદ્ધમાં શહીદ જવાન પૂર્ણ બહાદૂરની પત્ની સુમિત્રા ક્ષેત્રી સહિત ૧૮ શહીદોની પત્નીઓને ‘વીર નારી’ સન્માન આપવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે જવાનો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.