(એજન્સી) જાકાર્તા,તા.૬
ઈન્ડોનેશિયાના દક્ષિણ પ્રાંતમાં થયેલા મૂશળધાર વરસાદથી પાટનગર જાકાર્તામાં પૂર અને જમીન ધસી પડવાના કારણે બે લોકોના મોત થયા છે જયારે ૮ લોકો ગુમ થયા છે. જાકાર્તાને જોડતા માર્ગો પર જમીન ધસી પડતા પર્વતિય રિર્સોટ શહેર પુનકેકનો સંપર્ક તૂટી ગયો હતો. જાકાર્તાના રાજયપાલે કહ્યું કે પાટનગર વિસ્તારમાં ભારે પુરથી હજારો લોકોને સ્થળાંતર કરાયા છે. ૬પ૦૦ લોકોને પાટનગરમાં સ્થળાંતર કરાવાયું હતું. સ્થળાંતર કરનારાઓને મદદ કરાઈ રહી છે. તે એનિસ બેસવીદેને જણાવ્યું હતું. બચાવ દળમાં પોલીસ અને સેના જોડાયું છે. જાકાર્તામાં પૂરના પાણીવાળા વિસ્તારોના રહીશોને સલામત સ્થળે ખસેડાયા છે. કેટલાક લોકોએ સ્થળાંતરનો ઈન્કાર કર્યો હતો. લોકો તેમના મકાનના છાપરા પર રહેવાનું પસંદ કરી રહ્યા છે તેમ રાષ્ટ્રીય આપદા પ્રબંધક સમિતિના પ્રવકતાએ જણાવ્યું હતું.