(એજન્સી) રામપુર, તા.૧૦
છત્તીસગઢની કોંગ્રેસ સરકારના એક મંત્રી વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદોમાં ફસાયા છે. તેઓ એક વીડિયોમાં એવું બાળકોને કહેતા સંભળાય છે કે, તમારે મોટા નેતા બનવું હોય તો તમારી પોલીસ વડા અને કલેકટરનો કોલર પકડવો. છત્તીસગઢના ઉદ્યોગમંત્રી કવસી લખમાએ શિક્ષક દિન નિમિત્તે સુકમા જિલ્લાની એક શાળામાં બાળકોને સંબોધન કરતાં આખું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. વીડિયોમાં મંત્રી કેટલાક લોકો સમક્ષ બોલતાં સાંભળ્યા હતા. મંત્રીને એક વિદ્યાર્થીઓએ પૂછયું કે, મારે નેતા થવું હોય તો શું કરવું જોઈએ ? ત્યારે મંત્રીએ કહ્યું કે, તારે કલેકટર પોલીસ અધિકારીનો કોલર પકડવો પડે જેનો વીડિયો વાયરલ થતાં મંત્રી વિવાદોમાં ફસાયા હતા. જ્યારે આ મુદ્દે મંત્રી લખમાનો સંપર્ક કરાયો ત્યારે તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયા છે. કદી પણ કલેકટર પોલીસ વડાનો કોલર પકડવાની વાત કરી નથી. મેં વિદ્યાર્થીઓને લોકોના પ્રશ્નો માટે શેરીઓમાં સંઘર્ષ કરવા જણાવ્યું હતું. કલેકટરનો કોલર પકડયાની વાત ખોટી છે.