(એજન્સી) બાલી, તા.ર૬
માલદીવએ મ્યાનમારમાં અત્યાચાર કરાયેલ રોહિંગ્યા મુસ્લિમોને ન્યાય અપાવવા માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ કેસમાં ગામ્બિયાનો સાથ આપવાનો નિર્ણય લીધો છે. માલદીવએ આની સાથે કેસ માટે હ્યુમન રાઈટ માટે લડનારી પ્રખ્યાત વકીલ અમલ કલૂનીને નિયુક્ત કરી છે. માલદીવ સરકારે બુધવારે જણાવ્યું કે, આ કેસમાં તેઓ ઔપચારિક રીતે ગામ્બિયા સાથે જોડાશે. આ કેસમાં મ્યાનમારની ર૦૧૭ની સૈન્ય કાર્યવાહીને પડકાર આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સૈન્ય કાર્યવાહીમાં ૭,૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં શરણ લીધી છે. નોંધનીય છે કે, આઈસીજેએ મ્યાનમારને ગત મહિને પોતાના એક નિર્ણયમાં આદેશ આપ્યો હતો કે, તેઓ રોહિંગ્યાના નરસંહારને રોકવા માટે તાત્કાલિક ઉપાયોને લાગુ કરે. ઉલ્લેખનીય છે કે, કલૂનીએ માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદનો યુએનમાં પક્ષ રાખ્યો હતો. ત્યારબાદ આ નિર્ણય સંભળાવ્યો હતો કે ર૦૧પમાં નશીદને આપવામાં આવેલ ૧૩ વર્ષની જેલ ગેરબંધારણીય હતી. અબ્દુલ્લા યમીનના ર૦૧૮માં સત્તાથી હટ્યા બાદ નશીદ સહિત ઘણા વિરોધી નેતાઓથી બધા કેસો હટાવી લીધા હતા. નશીદ માલદીવની સંસદના સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા ત્યાં જ માલદીવ સરકારે આઈસીજેના નિર્ણયને આવકાર્યો છે. કલૂની મુજબ માલદીવ સરકારે કહ્યું કે, મ્યાનમાર નરસંહારની જવાબદારી નક્કી થવી બાકી છે અને રોહિંગ્યાઓને ન્યાયિક સારવાર આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કામ કરવાની દિશામાં જોઈ રહ્યો છું.