(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું કે, એક્ટિવિસ્ટ હર્ષ મંદરની અરજી જેમાં એમણે ભાજપના નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવા માગણી કરી છે. એ ધ્યાનમાં નહીં લેવાય જ્યાં સુધી હર્ષ મંદરે સુપ્રીમ કોર્ટ બદલ જે ટિપ્પણી કરી છે એનો ઉકેલ નહીં આવે. દિલ્હી હિંસા સંદર્ભે પીડિતો સમેત હર્ષ મંદરે પણ ભાજપ નેતાઓ સામે પગલાં લેવા માગણી કરી છે જેમણે નફરત ફેલાવનારા ભાષણો આપ્યા હતા. એ પ્રકારના આક્ષેપો મૂકાયા હતા કે, નફરત ફેલાવનારા ભાષણો પછી જ હિંસા ભડકી હતી. આજે સીજેઆઈ એસ.એ.બોબડેએ હર્ષ મંદરને કહ્યું કે, તમે કહો છો. તમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ નથી, પહેલાં અમે આ વાત બાબત નિર્ણય કરીશું પછી તમારી અરજી સાંભળીશું. હર્ષ મંદરે જાન્યુઆરી મહિનામાં સીએએ સામે થયેલ પ્રદર્શનો દરમિયાન કહ્યું હતું. સરકાર તરફે રજૂઆત કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હર્ષ મંદર કહે છે એમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ નથી, તેમ છતાંય આપણે એમની અરજી ધ્યાનમાં લઈએ ? આ ભાષણ એમનું સીએએના વિરોધ પ્રદર્શનોનો છે. તુષાર મહેતાએ મંદરનું ભાષણ નિમ્નકક્ષાનું અને ઉશ્કેરણીજનક ગણાવતા કહ્યું કે, ભૂતકાળમાં પણ પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈએ હર્ષ મંદરને એક અરજીમાંથી અરજદાર તરીકે દૂર કરવા આદેશ આપ્યો હતો. આજે જો કે, હર્ષ મંદરના વકીલે મંદરના ભાષણ બાબત ઈન્કાર કર્યો હતો જેથી સીજેઆઈએ હર્ષ મંદરના ભાષણની ટ્રાન્સક્રિપ્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.
દિલ્હી હાઈકોેર્ટના જજના એક મહિના સુધી સુનાવણી મોકૂફ રાખવાના નિર્ણયથી સુપ્રીમ કોર્ટ અપ્રસન્ન, ભાજપ નેતાઓની
‘હેટ સ્પીચ’ની સુનાવણી મોકૂફ રાખવી ગેરવાજબી ઠરાવી ૬ઠ્ઠી માર્ચે અરજીની સુનાવણી કરવા નિર્દેશ
(એજન્સી) નવી દિલ્હી, તા.૪
સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી હાઈકોર્ટને નિર્દેશો આપ્યા કે, એ નેતાઓ દ્વારા કથિત રીતે અપાયેલ હેટ સ્પીચ સંદર્ભે એફઆઈઆરની માગણી કરતી અરજીઓની સુનાવણી ૬ઠ્ઠી માર્ચે કરે જેના લીધે ગયા અઠવાડિયે ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસા ફાટી નીકળી હતી. સુપ્રીમ કોર્ટની સીજેઆઈ એલ.એ.બોબડેની બેંચે કહ્યું કે, હાઈકોર્ટ દ્વારા કેસની સુનાવણી લાંબા સમય સુધી મોકૂફ રાખવાનો નિર્ણય ન્યાયોચિત નથી. અમારા મતે આવા મામલાની સુનાવણી તાત્કાલિક થવી જોઈએ. સીજેઆઈ બોબડેએ કહ્યું કે, જ્યારે હાઈકોર્ટ આ મામલે સુનાવણી હાથમાં લીધી છે ત્યારે અમે દરમિયાનગીરી કરવા નથી માંગતા પણ આવા મામલાઓને વધુ લંબાવવું નહીં જોઈએ. અમારો ઉદ્દેશ્ય છે કે જે રાજકીય નેતાઓ કોમી ધ્રુવીકરણ કરી રહ્યા છે એમની સાથે વાતચીત કરી શાંતિની સ્થાપના કરાવવી જોઈએ જે તમે સારી રીતે કરી શકો છો. કોર્ટે આશા વ્યક્ત કરી કે, દિલ્હી હાઈકોર્ટે શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશે. નોંધનીય છે કે, આ પહેલાં ર૭મી ફેબ્રુઆરીએ દિલ્હી હાઈકોર્ટની બેંચે આ અરજીઓની સુનાવણી ૧૩મી એપ્રિલ સુધી મોકૂફ રાખી હતી. આજે સુપ્રીમ કોર્ટે ૯ રમખાણ પીડિતો અને હર્ષ મંદર દ્વારા દાખલ થયેલ અરજીઓની સુનાવણી કરી હતી જેમાં એમણે સુનાવણીની તારીખ આગળ લાવવા અને એફઆઈઆર નોંધાવવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીઓને દિલ્હી હાઈકોર્ટ તરફ મોકલી આપ્યા હતા અને સુનાવણી ૬ઠ્ઠી માર્ચે રાખવા કહ્યું હતું.